________________
૨૦૬
બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે
કરીને દોષિત ઠેરવી તો શકાય નહીં. પણ બધાએ જ એને માન્ય કરવું પડે” આવું શ્રીધર્મરત્ન પ્રકરણમાં કહ્યું છે ને આ ઉચિત પણ છે જ. નહીંતર અનુશાસન જ ન રહે. ઘરમાં ચાર ભાઈઓ હોય, ચારે વિચક્ષણ છે. કોઈ નિર્ણય લેવાના પ્રસંગે ત્રણ ભાઈઓનો એક અભિપ્રાય છે, અને એક ભાઈનો જુદો અભિપ્રાય છે. તો ત્રણનો અભિપ્રાય જ માન્ય બને છે ને ? એ માન્ય બન્યા પછી ચોથાએ પણ એ જ રીતે વર્તવું પડે ને? દુનિયાના કોઈપણ ક્ષેત્રમાં આ જ પદ્ધતિ જોવા મળશે.
પ્રશ્ન : પણ અનેક ગીતાર્થો દ્વારા કરાતો અર્થ ખોટો હોય તો?
ઉત્તર : બહુ સંખ્યક ગીતાર્થોનો નહીં, પણ એકાદ-બે ગીતાર્થોને જે અર્થ ભાસતો હોય તે જ ખોટો હોવાની સંભાવના ખૂબ પ્રબળ છે.
પ્રશ્ન ઃ છતાં ક્યારેક અનાભોગ વગેરે કારણે બહુસંખ્યક ગીતાર્થોને ભાસેલો અર્થ ખોટો હોઈ શકે ને ?
ઉત્તર : એમણે કરેલો કયો અર્થ ખોટો છે ? એનો નિર્ણય કોણ કરે ? છેવટે ગીતાર્થો જ શરણભૂત છે, ને એમને તો એ અર્થ યોગ્ય જ લાગ્યો છે. માટે એ અસત્ય હોવાનો નિર્ણય શક્ય જ નથી. એટલે જ એને અવિકલ્પે તત્તિ કરવો જોઈએ. જે એને અમાન્ય કરે એ પ્રભુશાસનની મર્યાદાઓનો માથે ભાર રાખનાર ન હોવાથી વસ્તુતઃ આજ્ઞા માનનારા નથી. એટલે એક સરખો અર્થ કરનારા અન્ય ગચ્છાધિપતિ વગેરે રૂપ બહુસંખ્યક ગીતાર્થો નહીં, પણ એનાથી ભિન્ન અર્થને જ સાચો માનનારા એ એક ગચ્છાધિપતિ જ આજ્ઞા બહાર ઠરવાથી હાડકાંના માળારૂપ કેમ ન બની જાય ?
પ્રશ્ન : ઠીક છે. છતાં, નવી પ્રણાલિકા વગેરે કાંઈ પણ શરૂ કરવાનું હોય ને એ વખતે શાસ્ત્રપાઠ માગવામાં આવે તો આ બહુસંખ્યક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org