Book Title: Battrishina Sathware Kalyanni Pagthare Part 02
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 12
________________ બત્રીશી-૩, લેખાંક-૧૫ ૧૪૭ કહીએ પણ મુખ્ય લક્ષ્ય વીતરાગતા છે. એ મેળવવા માટે જ બધી સાધના છે. એ આવ્યા પછી કેવલજ્ઞાન અને મોક્ષ તો ગાયની પાછળ વાછરડાની જેમ આવી જ જતા હોય છે. એ માટે કોઈ વિશેષ સાધના કરવાની હોતી નથી. તેથી મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે પોતાના અનેક ગ્રન્થોમાં છેલ્લા સાર તરીકે આ કહ્યું છે કે વધારે કહેવાથી સર્યું. (તપત્યાગ-સ્વાધ્યાય-વૈયાવચ્ચ.. વગેરેમાંથી શું કરવું ? શું ન કરવું ? કઈ રીતે પ્રવર્તવું? તો કે..) જે જે રીતે પ્રવર્તવાથી રાગ-દ્વેષનો શીઘ્ર વિલય થતો જાય એ રીતે પ્રવર્તવું એ શ્રી જિનેશ્વરભગવંતોની આજ્ઞા છે. - આનાથી નિશ્ચિત થાય છે કે રાગ-દ્વેષનો નિગ્રહ કરતાં જવું એ આપણો સાધનામાર્ગ છે. (અને જે રીતે પ્રવૃત્તિ કરવાથી રાગ-દ્વેષ વધતા જાય એ રીતે પ્રવૃત્તિ કરવી એમાં ભગવાનની આજ્ઞાનો ભંગ હોવાથી એ સાધના રૂપ નથી, પણ વિરાધનારૂપ છે.) આપણે “જૈન” છીએ. આ જૈન શબ્દ પણ આ જ સૂચવે છે. જેઓ રાગ-દ્વેષને જીતી ગયા એ જિન અને એમના માર્ગે - રાગદ્વેષને જીતવાના માર્ગે ચાલે એ જૈન. એટલે નક્કી થયું કે રાગ-દ્વેષને મોળા પાડતા જવું એ સાધના માર્ગ છે. એવી પરિસ્થિતિ નિર્માણ થઈ હોય તો આધાકર્મસેવન વગેરે વગર રાગ-દ્વેષે થઈ શકે છે. પણ મૈથુન તો થઈ શકતું નથી જ. એટલે એના સેવનમાં સાધના માર્ગથી ભ્રષ્ટ થઈને સંસાર માર્ગ પર દોડવાનું ચાલુ થઈ જ જાય. માટે એની અનુજ્ઞા શી રીતે હોય શકે ? શંકા- તમે આ બધું જે કહી રહ્યા છો, એનો કોઈ શાસ્ત્રપાઠ છે? સમાધાન - હા, છે. न य किंचि अणुनायं पडिसिद्धं वा वि जिणवरिदेहिं । मोत्तुं मेहुणभावं न तं विणा रागदोसेहिं ।। અર્થ : શ્રી જિનેશ્વરભગવંતોએ કોઈ ચીજની સર્વથા અનુજ્ઞા આપી નથી કે મૈથુન સિવાય અન્ય કોઈ ચીજનો સર્વથા નિષેધ કર્યો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 146