________________
બત્રીશી-૩, લેખાંક-૧૮
૧૭૫
કહે. જેવું કહે એને બાબાવાક્ય પ્રમાણમ્ કહીને સ્વીકારી લેવું.... આવી વાત વધારે પડતી નથી લાગતી ?
સમાધાન - ના, નથી લાગતી, કારણ કે જ્ઞાનીઓએ જ આપણને એવું માર્ગદર્શન આપ્યું છે. શ્રી આવશ્યક નિર્યુક્તિ વગેરે અનેક શાસ્ત્રોમાં કહ્યું છે કે સંવિગ્નગીતાર્થ ગુરુ ભગવંત ઉપયોગપૂર્વક જે કહેતાં હોય છે તેમાં અવિકલ્પે (વિના વિકલ્પે) તથાકાર કરવો-તત્તિ કહીને એનો સ્વીકાર કરવો. એટલે ઘણા સંવિગ્ન ગીતાર્થ મહાત્માઓ દેશકાળાદિનો ને શાસ્ત્રપાઠાદિનો પર્યાપ્ત વિચાર કરીને જે આચરણ જણાવે એ ઉપયોગપૂર્વક જ કહેવાયેલું હોવાથી એમાં વિના વિકલ્પે તથાકાર કરવો એ દરેક આત્મહિતેચ્છુની ફરજ છે. એટલે ‘આપણને શાસ્ત્રીય લાગે કે તર્કસંગત લાગે તો સ્વીકારવાનું ને એવું ન લાગે તો ન સ્વીકારવાનું...' આવો વિકલ્પ આપણને શાસ્ત્રકારો આપતા નથી એ સ્પષ્ટ છે. આવો વિકલ્પ કરવો એ મિથ્યાત્વ છે, આવો વિકલ્પ કરવો એ અભિનિવેશ છે -કદાગ્રહ છે...એવું સૂરિપુરંદર શ્રીહરિભદ્રસૂરિ મહારાજે પંચાશકજીમાં ને લઘુહરિભદ્ર શ્રી યશોવિજયજી મહારાજે સામાચારી પ્રકરણ ગ્રન્થમાં કહ્યું છે.
શંકા - પણ ગીતાર્થ મહાત્માઓનું એ આચરણ સંબંધી વચન (કે આચરણ) યુક્તિસંગત ન હોય તો ?
સમાધાન - એ યુક્તિસંગત ન હોય એવું બની ન શકે, હા, આપણને એ યુક્તિ ન ભાસે... ક્યારેક વિપરીત યુક્તિ ભાસે... આવું બની શકે. એટલે જ ‘અવિકલ્પ' એવું જે કહ્યું છે એનો અર્થ આવો પણ કરી શકાય કે... ગીતાર્થ ગુરુ ભગવંતો જે કહે એના પર કશો પણ વિકલ્પ કર્યા વગર-યુક્તિ અયુક્તિનો કે શાસ્ત્રીયતા-અશાસ્ત્રીયતાનો વિચાર કર્યા વગર તહત્તિ કરી દેવું. એટલે જ ભક્તિયોગાચાર્યશ્રી યશોવિજયસૂરિ મહારાજે એકવાર વાચનામાં કહેલું કે ‘ગુરુભગવંતોના કથન પર તે જ ક્ષણે જો આપણે તત્તિ ન કરીએ ને એક ક્ષણ પછી તત્તિ કરીએ તો આપણે ગુરુભગવંતને નહીં, પણ આપણી બુદ્ધિને તહત્તિ કરી રહ્યા છીએ.' આ વાત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org