________________
બત્રીશી-૩, લેખાંક-૧૯
૧૮૫
પરિશીલન વગેરેથી ઘડાયેલી બુદ્ધિથી) જ માર્ગદર્શન આપે છે. એમ શબ્દ રૂપે શાસ્ત્રવચનો કરતાં (જિનાજ્ઞા કરતાં) અલગ પ્રકારની એવી પણ ગુર્વાજ્ઞામાં તાત્પર્યરૂપે તો જિનાજ્ઞા ભળેલી જ હોય છે, કારણ કે ગીતાર્થ ગુરુભગવંત પણ છેવટે, શાસ્ત્રવચનોના ઊંડા ચિંતન-મનન-પરિશીલન વગેરે દ્વારા પરિકર્મિત થયેલી મતિથી જ માર્ગદર્શન આપતા હોય છે. માત્ર શાસ્ત્રવચનરૂપ જિનાજ્ઞા એમાં ભળેલી ન હોય એવું લાગે, ક્યારેક તો સાવ વિપરીત જેવી પણ ભાસતી હોય. આવું બને છે. માટે જિનાજ્ઞા ને ગુર્વાજ્ઞા ભિન્ન ભિન્ન હોય એવો, ને એ બેમાં ગુર્વાજ્ઞા મહત્ત્વની છે એવો અહીં ઉલ્લેખ કર્યો છે. બાકી તાત્પર્યરૂપે તો ગુર્વાજ્ઞા પણ જિનાજ્ઞારૂપ જ હોય છે, એનાથી જુદી હોતી નથી.
આ વ્યક્તિગત સાધકની વિશેષ પરિસ્થિતિને નજરમાં રાખીને વાત કરી. ક્યારેક જે સામાન્ય પરિસ્થિતિને નજરમાં રાખીને શાસ્ત્રોએ માર્ગદર્શન આપ્યું હોય એ સામાન્ય પરિસ્થિતિ કરતાં અલગ પ્રકારની પરિસ્થિતિ બધા સાધકો માટે સમાન રીતે અસ્તિત્વમાં આવી હોય છે. જેમકે પંચમકાળ, છઠું સંઘયણ, આયુ-બળ-શ્રુતિ-મેધા વગેરેમાં નોંધપાત્ર હાસ.. ઇત્યાદિ. આ સમસ્તિગત ફેરફારના કારણે, શાસ્ત્રોક્ત આચરણ કરતાં અલગ પ્રકારનું આચરણ જરૂરી બન્યું હોય છે. આ અલગ પ્રકારનું આચરણ કેવું હોવું જોઈએ ? આ નિર્ણય કોણ કરે ?
એકાદ શિષ્યની પરિસ્થિતિ વિશેષ પ્રકારની નિર્માણ થઈ હોય તો તો એના ગીતાર્થ ગુરુ ભગવંત નિર્ણય કરીને જણાવે છે ને એના માટે આ ગુર્વાજ્ઞા જ મહત્ત્વની બની જાય છે, એ આપણે જોઈ ગયા.. પણ અમુક દેશ-કાળ-સંઘયણ વગેરેથી સંકળાયેલા બધા સાધકો માટેનો વિચાર હોય ત્યારે ગુરુભગવંત તરીકે કોઈ એક ગીતાર્થ મહાત્મા છે જ નહીં, અનેક અલગ-અલગ ગીતાર્થ મહાત્માઓ છે. એટલે, ત્યારે કોઈ એક ગીતાર્થ ગુરુભગવંતની ગુર્વાજ્ઞા આધારભૂત બનતી નથી, પણ બધા ગીતાર્થ મહાત્માઓ પરસ્પર વિચારવિમર્શ કરી જે નિર્ણય લે એ જ આધારભૂત બને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org