________________
બત્રીશી-૩, લેખાંક-૨૦
૧૯૭
નથી. ને છતાં જેઓ આવું પૂછતા હોય કે મુગ્ધજીવોને એવું પૂછવાની સલાહ આપતા હોય તેઓ કાં તો શાસ્ત્રરહસ્યોના અજાણ છે ને કાં તો જાણવા છતાં પોતાના તુચ્છ સ્વાર્થવશાત્ સ્વશ્રદ્ધાળુ મુગ્ધજીવોને ઉંધે રવાડે ચડાવી રહ્યા છે એમ જાણવું.
સીધી જ વાત છે. જો શાસ્ત્રમાં જે કહ્યું એ જ ગીતાર્થો દ્વારા કરાઈ રહ્યું હોય તો એ અંગે ‘દેશ-કાલાદિને અનુસરીને પરંપરા ફેરવી.. નવી સામાચારી પ્રસ્થાપિત કરી (પ્રવર્તાવી)..” વગેરે કહેવાનું જ ક્યાં રહે ? વિ.સં. ૨૦૧૪ ના પૂર્વે કેટલાય વર્ષોથી ચંડાંશુચંડુ પંચાંગનો આધાર લેવાની પરંપરા (સામાચારી) શ્રી સંઘે કંડારેલી. વિ.સં. ૨૦૧૪ થી જન્મભૂમિ પંચાંગનો આધાર લેવાની સામાચારી પ્રસ્થાપિત કરી. ‘વિ.સં. ૨૦૧૪ થી ચંડાંશુચંડુ પંચાંગ છોડીને જન્મભૂમિ પંચાંગનો આધાર તરીકે સ્વીકાર કરવો' આવો શાસ્ત્રપાઠ કોઈ માગે છે ? ને શું કોઈ આપી શકે ? કોઈએ માગ્યો હતો ? કોઈએ આપ્યો હતો ? શાસ્ત્રપાઠ વગરના એ ફેરફારને સ્વીકારી લેનારાઓ, વર્તમાનમાં ગીતાર્થો દ્વારા પ્રસ્તાવિત અન્ય ફેરફાર અંગે ‘શાસ્ત્ર પાઠ આપો. શાસ્ત્ર પાઠ આપો' ની બૂમરાણ મચાવે એ કેવી મૂઢતા ! અમે જે જે સામાચારી માન્ય કરી લઈએ એ અંગે શાસ્ત્રપાઠ માગવા-આપવાની જરૂર નહીં, પણ અમે ‘યન્માધવેન ઉક્ત તન્ન' ન્યાયે જેનો વિરોધ કરીએ એનો શાસ્ત્રપાઠ જોરશોરથી માગવાનો...આ કેવો હલાહલ અન્યાય ! આરાધક શ્રાવક-શ્રાવિકાઓ જ નહીં, સારા વિદ્વાન કહેવાતા કેટલાક સાધુ-સાધ્વીજી ભગવંતો પણ આવી બે ને બે ચાર જેવી વાત વિચારવા - સમજવા તૈયાર નથી.. દૃષ્ટિરાગની કેવી પ્રગાઢતા ! કલિકાળસર્વજ્ઞ શ્રીહેમચન્દ્રસૂરિ મહારાજે ‘દૃષ્ટિરાગ એ કામરાગ અને સ્નેહરાગ કરતાં પણ ભયંકર છે' એવું જે કહ્યું છે તે અક્ષરશઃ સત્ય પ્રતીત થાય છે. વિષયોના આકર્ષણ (કામરાગ) પર અને સ્વજનોના મમત્વ (સ્નેહરાગ) પર વિજય મેળવનારા પણ દૃષ્ટિરાગમાં ગાઢ રીતે અટવાઈ જાય છે. પ્રતિક્રમણમાં સૂત્રોના ચઢાવા, દીક્ષાર્થીના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org