________________
૧૯૮
બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે ઉપકરણના ચઢાવા, વિદાયતિલકનો ચઢાવો, શાસ્ત્રસિદ્ધ નવકલ્પી વિહારથી વિપરીત રીતે વિહાર, પર્યુષણામાં પાંચ દિવસમાં નવ ક્ષણોથી કલ્પસૂત્રના એક એક વ્યાખ્યાન શાસ્ત્રસિદ્ધ છે, છતાં નવમા વ્યાખ્યાનમાં નવે નવ વ્યાખ્યાનના સૂત્રો સળંગ વાંચવા. આવી બધી ઢગલાબંધ પ્રવૃત્તિઓ કાળે કાળે શ્રી સંઘે અપનાવી છે જેના કોઈ જ શાસ્ત્રપાઠ મળતા નથી, અરે કેટલાકમાં તો ઉપરથી એનાથી વિપરીત શાસ્ત્રપાઠ મળે છે. શાસ્ત્રપાઠ - શાસ્ત્રપાઠની બૂમરાણ મચાવનારા પણ આ બધી શાસ્ત્રપાઠ વિનાની કે શાસ્ત્રપાઠ વિરુદ્ધ પ્રવૃત્તિ કરતા જ હોય છે, એ અંગે ક્યારેય શાસ્ત્રપાઠની આવશ્યકતા એમને ભાસતી નથી. અને વર્તમાનમાં બહુ સંખ્યક સંવિગ્ન ગીતાર્થ મહાત્માઓ લાભાલાભ જોઈને કોઈ પણ ફેરફાર કરે કે નવી પ્રવૃત્તિ ચાલુ કરે, એટલે “તમે કયા શાસ્ત્રના આધારે આ કરી રહ્યા છો ?” “આ શાસ્ત્રાનુસારી નથી' વગેરે બૂમરાણ મચાવી મૂકવી. શ્રી સંઘ પ્રત્યે કેવો તીવ્ર દ્વેષ ! ને પોતાના પક્ષનો કેવો ગાઢ રાગ ! પ્રભુ! તું એ બધા પર એવી કૃપા કરી કે તેઓ પોતાના દૃષ્ટિરાગને પિછાણી શકે ને એની ચૂંગાલમાંથી છૂટવાનું સામર્થ્ય કેળવી શકે !
પ્રશ્ન : સંવિગ્ન ગીતાર્થ મહાત્માઓએ પટ્ટક વગેરે દ્વારા આવી જે નવી પ્રણાલિકા (સામાચારી) પ્રવર્તાવી હોય અથવા અચિરત્યક્ત સામાચારીનું પુનઃ પ્રવર્તન કરાવ્યું હોય એ પ્રણાલિકા અંગે ગુરુભગવંત પોતાના શિષ્યને એવી સત્તા આપે ખરા ? કે મારા ગયા પછી તું આ પટ્ટકને-સામાચારીને કેન્સલ કરી દેજે.
ઉત્તર : શહેરના વિકાસ વગેરે કારણે ઈજનેર વગેરે અધિકારીઓએ એક બાયપાસ બનાવ્યો. એ બાયપાસ ધમધમતો પણ થઈ ગયો. હવે, એ બાયપાસ બનાવનારા અધિકારીઓમાંનો કોઈ એક અધિકારી પોતાના ઉત્તરાધિકારીને સત્તા સોંપી શકે? કે મારી હયાતીબાદ તારી મરજી મુજબ તું આ બાયપાસ ઉખાડી નાખજે? “ના ન જ આપી શકે.” બસ એ જ રીતે નવી પ્રવર્તેલી પ્રણાલિકા અંગે પણ ગુરુભગવંત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org