________________
૧૭૬
બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે
બરાબર જ છે. કારણ કે વચલી એક ક્ષણમાં આપણે બુદ્ધિથી વિચારી લીધું છે ને કશું વાધાંજનક નથી લાગ્યું માટે જ તત્તિ કર્યું છે.
શંકા - પણ આપણી બુદ્ધિને વાંધાજનક લાગે તો પણ તત્તિ કરી દેવાનું ?
સમાધાન - કોઈ કાગડાને ધોળો કહે તો આ વાત આપણી બુદ્ધિને વાંધાજનક લાગે કે નહીં ?
શંકા-આ તો સાવ વિપરીત વાત છે... માટે એ વાંધાજનક લાગે જ...
સમાધાન - છતાં, આવી વાતને પણ વિના વિકલ્પે તહત્તિ કરવાની શાસ્ત્રોમાં કહી છે, જો એ સંવિગ્ન ગીતાર્થ ગુરુભગવંત કહેતા હોય તો. એટલે આવી વિશ્વપ્રસિદ્ધ વાતથી સાવ વિપરીત વાતમાં પણ તત્તિ જ કહેવાનું છે તો આ સિવાયની વાતો માટે તો પ્રશ્ન જ ક્યાં રહે?
શંકા - પણ એમ આંખ મીંચીને બધું હા એ હા કર્યે રાખવાનું?
સમાધાન
હા, એને જ અવિકલ્પે તથાકાર કર્યો કહેવાય. એટલે નક્કી થયું કે સંવિગ્ન ગીતાર્થોના વચનને પ્રથમ તો તત્તિ જ કરવા જોઈએ. પછી આપણી જિજ્ઞાસા હોય તો ભલે પૂછીએ કે ‘ગુરુદેવ! આપ કાગડાને ધોળો કહો છો તે તો મને માન્ય જ છે, કારણ કે આપશ્રી કહી રહ્યા છો. પણ આવું કહેવા પાછળ આપશ્રીનો કયો આશય છે એ હું સમજી શકતો નથી. તો આપશ્રી એ મને સમજાવવા કૃપા કરશો ?' તેઓશ્રી આ જે જણાવે તેના પર ફરીથી આપણને પ્રશ્ન થાય તો ફરીથી પૂછી શકાય... જ્યાં સુધી પૂર્ણ સમાધાન ન થાય ત્યાં સુધી પૂછી શકાય... ક્યારેક આપણને પૂર્ણ સમાધાન ન થાય... અથવા આપણી ભૂમિકા જ ન હોવાથી ગુરુભગવંત આપણને સમાધાન જ ન આપે તો પણ ગીતાર્થ ગુરુભગવંતોની વાતોનો સ્વીકાર જ કરવો, એને તોડી ન પાડવી, તો જ અવિકલ્પે તથાકાર કર્યો કહેવાય.
Jain Education International
-
For Private & Personal Use Only
www.jainelibrary.org