________________
૧૪૮
બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે
નથી. મૈથુનનો સર્વથા નિષેધ એટલા માટે છે કે એ રાગ-દ્વેષ વિના થઈ શકતું નથી.
શંકા :- જો આગમમાં (મૈથુનસિવાય) અન્ય કશાનો સર્વથા નિષેધ નથી કે કશાનું સર્વથા વિધાન નથી. તો પોતે પ્રવૃત્તિ કરવી કે ન કરવી એનો નિર્ણય સાધક શી રીતે કરે ?
સમાધાન - જેમ નફો મેળવવાની ઇચ્છાવાળો લાભ-નુકશાનને જુએ છે એમ પ્રસ્તુતમાં જાણવું. અર્થાત્ કર્મનિર્જરાનો લાભ વધારે દેખાતો હોય તો પ્રવૃત્તિ કરવી અને નુકશાન વધારે જણાતું હોય તો નિવૃત્તિ કરવી.
સૂત્રમાં સર્વથા વિધાન કે સર્વથા નિષેધ નથી એવું જે કહ્યું છે એનો અર્થ એ થાય કે એકાને કોઈ વિધાન નથી કર્યું કે એકાન્ત કોઈ નિષેધ નથી દેખાડ્યો. કોઈ પણ સૂત્રમાં વિધિ અને નિષેધ એ બન્ને ગૌણમુખ્ય ભાવે પરસ્પર સંકળાયેલા જ પ્રતિપાદિત થાય છે. આશય આ છે કે – “ચારકાળ સ્વાધ્યાય કરવો જોઈએ” આવું એક શાસ્ત્રીય વિધાન છે. વ્યવહારથી આ વિધાન વાક્ય છે. કારણ કે આમાં કરવું જોઈએ એવી વાત છે, પણ ન કરવું જોઈએ' આવી કોઈ વાત નથી. એટલે વ્યવહાર દૃષ્ટિએ આ વિધિ પ્રતિપાદક સૂત્ર છે. મુખ્ય રૂપે એ ચાતુષ્કાળ સ્વાધ્યાયનું વિધાન કરે છે. છતાં ગૌણભાવે (અપવાદપદે) સ્વાધ્યાયનો નિષેધ કરવાનો અભિપ્રાય અર્થથી તો એમાં રહ્યો જ હોય છે. (ગ્લાનની વૈયાવચ્ચનો અવસર હોય તો સ્વાધ્યાય ન કરવો, પણ વૈયાવચ્ચ કરવી.) આ જ રીતે આધાકર્મનું-દોષિતગોચરીનું સેવન કરવું નહીં.” આવું જણાવનાર સૂત્રો વ્યવહાર દૃષ્ટિએ નિષેધ પ્રતિપાદક સૂત્રો છે. મુખ્ય રૂપે એ દોષિત ગોચરીનો નિષેધ જણાવે છે. છતાં અર્થથી ગૌણભાવે (અપવાદપદે) તેનું વિધાન કરવાનો અભિપ્રાય પણ એમાં રહેલો જ હોય છે. આ રીતે ગૌણ મુખ્યભાવે બન્ને જો સંકળાયેલા ન હોય તો અનેકાન્તની મર્યાદાનું ઉલ્લંઘન જ થઈ જાય. આશય એ છે કે વિધિ-નિષેધ બન્ને સંવલિત ન હોય તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org