________________
૧૭૦
બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે
વિરાધનારૂપ બનતું નથી પણ ‘જીત' માર્ગરૂપ જ બને છે ?
ઉત્તર : ના, આવો અભિપ્રાય ફલિત થતો નથી, કારણ કે કોઈપણ આચરણને ‘જીત' બનવા માટેની એક મહત્ત્વની શરત એ છે કે સંવિગ્નગીતાર્થ મહાત્માઓએ એ આચરેલું હોવું જોઈએ. એટલે જે તે વ્યક્તિના આચરણની તો કોઈ જ કિંમત નથી.
શંકા - ‘સંવિગ્ન’ અને ‘ગીતાર્થ’ આવાં બે વિશેષણો શા માટે છે ?
–
સમાધાન - શાસ્ત્રોમાં કહ્યું છે કે મોક્ષમાર્ગનો પ્રારંભ અપુનર્બન્ધક અવસ્થાથી છે. આ અવસ્થાની પૂર્વે કદાચ બાહ્યદૃષ્ટિએ નિર્મળ-કઠોર સંયમપાલન હોય તો પણ એનાથી આત્મા એક કદમ પણ મોક્ષ તરફ આગળ વધી શકતો નથી. આ અપુનર્બન્ધક અવસ્થામાં પણ જ્ઞાનીઓએ સર્વત્ર ઔચિત્ય સેવન હોવું કહ્યું છે. જેમ જેમ ભૂમિકા આગળ વધે છે તેમ તેમ પ્રવૃત્તિમાં ઔચિત્ય વધુ વ્યાપક ને વધુ સૂક્ષ્મ બનતું જાય છે... શાસ્ત્રોમાં કહેલી આ વાતથી જણાય છે કે પ્રવૃત્તિમાં ઔચિત્ય એ મોક્ષને અનુકૂળ છે અને પ્રવૃત્તિમાં અનુચિતતા એ મોક્ષને પ્રતિકૂળ છે. આ અનુચિતતા પ્રવૃત્તિમાં જે આવતી હોય છે તે ક્યાં તો રાગ-દ્વેષના કારણે આવતી હોય છે ને ક્યાં તો અજ્ઞાનના કારણે આવતી હોય છે. આમાંથી, રાગ-દ્વેષના કારણે આવનારી અનુચિતતાને સંવિગ્નતા=પાપભીરુતા ટાળે છે અને અજ્ઞાનના કારણે સંભવિત અનુચિતતાને ગીતાર્થતા ટાળે છે. માટે સંવિગ્નગીતાર્થનું આચરણ અનુચિત હોતું નથી, ને તેથી ‘જીત' બનવામાં
કોઈ અસંગતિ નથી.
શંકા - મહાત્મા સંવિગ્ન-ગીતાર્થ એ બરાબર.... છતાં છદ્મસ્થ પણ છે જ. ને છદ્મસ્થતા કંઈક પણ ભૂલ કરાવે એવી શક્યતાને નકારી શકાતી નથી. તો એમની પ્રવૃત્તિમાં અનુચિતતા ન જ હોય એમ શી રીતે કહેવાય?
સમાધાન - એટલે જ સામાન્યથી એક ગીતાર્થના આચરણની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org