________________
બત્રીશી-૩, લેખાંક-૧૭
શકતું નથી.
જેનાથી રાગ-દ્વેષની હાનિ થાય એવી તો કોઈપણ પ્રવૃત્તિ આચરણીય છે એમ પૂજ્ય ઉપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજે અનેક ગ્રન્થોમાં ઉપસંહારરૂપે કહ્યું છે
किं बहुना इह जह जह रागद्दोसा लहुं विलिज्जंति । तह तह पट्टिअव्वं एसा आणा जिणिंदाणं ॥
અર્થ : વધારે શું કહેવું ? જે જે રીતે રાગદ્વેષ શીઘ્ર વિલીન થતા જાય તે તે રીતે પ્રવર્તવું એ શ્રીજિનેશ્વરદેવોની આજ્ઞા છે.
૧૬૯
આ બધા ગ્રન્થાધિકારો પરથી સ્પષ્ટ છે કે- શાસ્ત્રોમાં ડગલે ને પગલે વિધાન કે નિષેધ હોવા છતાં એ વિધાન-નિષેધ સર્વથા (એકાન્તે) હોતા નથી. દેશકાળાદિને અનુસરીને વિહિત ચીજ નિષિદ્ધ બની શકે છે ને નિષિદ્ધ ચીજ વિહિત બની શકે છે. એટલે જેનો શાસ્ત્રમાં સામાન્યથી નિષેધ મળતો હોય, તેવો ફેરફાર સંવિગ્નગીતાર્થો ગમે તેવા દેશાકાળાદિ બદલાય તો પણ ન જ કરી શકે, આવો બધો ફેરફાર શાસ્ત્રવિરુદ્ધ જ હોય, વિરાધનારૂપ જ હોય' આવી બધી વાતો સત્યથી વેગળી છે.
એટલે જ ગ્રન્થકારે પ્રસ્તુત બત્રીશીમાં આઠમી ગાથામાં, કલ્પપ્રાવરણાદિ ‘જીત’રૂપ જે બને છે અને શ્રાદ્ધમમત્વાદિ વિરાધનારૂપ જે બને છે તેના કારણ તરીકે એમ નથી કહ્યું કે ‘કલ્પપ્રાવરણાદિ શાસ્ત્રનિષિદ્ધ નથી માટે જીતરૂપ છે જ્યારે શ્રાદ્ધમમત્વાદિ શાસ્ત્રનિષિદ્ધ છે, માટે વિરાધનારૂપ છે' કિન્તુ એમ કહ્યું છે કે ‘કલ્પપ્રાવરણાદિ તત્ત્વજ્ઞાનથી થયેલા છે, માટે ‘જીત’ છે અને શ્રાદ્ધમમત્વાદિ મોહથી – રાગ દ્વેષથી થયેલા છે માટે વિરાધનારૂપ છે.’
પ્રશ્ન ઃ આ બધા પ્રતિપાદન પરથી શું તમારો એવો અભિપ્રાય ફલિત થતો નથી કે સર્વથાનિષિદ્ધ મૈથુનને છોડીને જેણે જે ફેરફાર કરવો હોય તે કરી શકે છે, ભલે ને એ શાસ્ત્રનિષિદ્ધ હોય, તો પણ એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org