________________
લેિખાંક
ગયા લેખમાં આપણે જોયું કે દેશ-કાળાદિને અનુસરીને સંવિગ્ન
ગીતાર્થો જે કાંઈ આચરે છે તે નિષિદ્ધ - ૧૮
હોવા છતાં, વિરાધનારૂપ બનતું નથી,
બલ્ક જીતવ્યવહાર માર્ગરૂપ બને છે. અને તેથી આરાધનારૂપ હોવાના કારણે એને આચરનારા ભવ્ય જીવ એના દ્વારા આત્મહિત સાધે છે. આવો આ અધિકારનો રહસ્યાર્થ નિશ્ચિત થાય છે.
વળી, આવા આચરણો અંગે જો શાસ્ત્રપાઠ માગવામાં આવે તો, શાસ્ત્રપાઠ તો નિષેધનો કે એનાથી જુદા પ્રકારના આચરણનો જ મળતો હોવાથી એ આચરણોને શબ્દો દ્વારા સાક્ષાત્ શાસ્ત્રપાઠનું સમર્થન મળવાની શક્યતા લગભગ હોતી નથી જ. જો કે “જીત વ્યવહાર પણ માર્ગરૂપ છે” વગેરે શાસ્ત્રવચનોના રહસ્યાર્થરૂપે એ સમર્થન મળતું જ હોય છે. પણ એવા સમર્થનને પિછાણવા માટે મન કદાગ્રહમુક્ત-મધ્યસ્થ હોવું જરૂરી છે. ગીતાર્થપ્રધાન શ્રીસંઘનો બહુ મોટો ભાગ આવાં જે કાંઈ આચરણો આચરતો હોય, પણ પોતે એવું આચરણ કરતાં નથી. માટે “એ આચરણોનો નિષેધ કરનાર જે શાસ્ત્રપાઠ મળે એને આગળ કરીને એનું ખંડન કરો... એને વિરાધનારૂપ જાહેર કરો... એને આચરનારા આખા સંઘને મિથ્યાત્વી કહો, વિરાધક કહો... જિનાજ્ઞાબાહ્ય જાહેર કરીને હાડકાંનો માળો કહો...' આવો બધો તંત પકડ્યો હોય એને રહસ્યાર્થરૂપે રહેલાં શાસ્ત્રસમર્થન સમજાતા નથી. ને તેથી તેઓ, ને તેઓનો શ્રદ્ધાળુવર્ગ આત્મહિતકર આવા આચરણોથી વંચિત રહે છે. એટલું જ નહીં, એવા આચરણો દ્વારા વિપુલ આત્મહિત સાધનાર શ્રીસંઘની મિથ્યાત્વી-વિરાધક-હાડકાંનો માળો વગેરે શબ્દો દ્વારા નિંદા કરી દુર્લભબોધિપણું ઉપાર્જ છે. જે ભવ્યાત્માએ આવા ઘોર નુક્શાનથી બચવું હોય એણે આવા આચરણો અંગે શાસ્ત્રપાઠ માગવાની મૂઢતા સેવવી ન જોઈએ, કારણ કે શાસ્ત્રોમાં શબ્દો તો નિષેધના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org