________________
૧૬૦
બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે છે. આ શ્રીજૈનશાસનની મર્યાદા છે. ક્યારેક ફેરફાર કરવાનો ન હોય પણ કોઈ નવું અનુષ્ઠાન વગેરે શરુ કરવું હિતકર લાગ્યું હોય ને તેથી કોઈ ગીતાર્થ મહાત્માએ એ શરુ કર્યું હોય એવા દષ્ટાન્તો શાસનમાં બન્યા છે. પણ પછી બધા અપનાવે તો જ એ પરંપરારૂપ બને છે પણ જો ઘણા જ ઘણા ગીતાર્થો એનો વિરોધ કરે તો શરુ કરનારા એ ગીતાર્થે પણ એ અનુષ્ઠાન છોડી જ દેવું જોઈએ.. હા એકાદ વ્યક્તિ કે એની પાછળ એનું ગ્રુપ વિરોધ કરે તો એટલા માત્રથી એ છોડી દેવું કાંઈ જરૂરી હોતું નથી. કારણ કે એકાદ વ્યક્તિનો તો અનાભોગ વગેરે કે તેજોષ-ઈર્ષ્યા વગેરે પણ હોવા સંભવિત છે. બીજા બધા અપનાવે છે કે વિરોધ નથી કરતાં... એ ના નિષિદ્ધ અનુમતે ન્યાયે એ ગીતાર્થોને પણ માન્ય છે એમ લઈ શકાય છે. ને તેથી બહુસંખ્યક ગીતાર્થોને માન્ય હોવું ફલિત થવાથી નિષ્કર્ષ તો એ જ આવે છે કે બહુસંખ્યક ગીતાર્થોને માન્ય આચરણ એ શિષ્ટાચાર છે-પ્રમાણ છે ને તેથી માર્ગભૂત છે.
વળી આ બહુસંખ્યક જે લેવાના છે તે પણ ગીતાર્થો જ લેવાના છે. અગીતાર્થના આચરણની તો શ્રીજૈનશાસનમાં કશી કિંમત નથી જ. એમનું તો સુંદર બુદ્ધિથી શુભઆશયથી કરેલું અનુષ્ઠાનઆચરણ પણ શાસ્ત્રકારો માન્ય કરતા નથી જ. શ્રી ઉપદેશમાળામાં કહ્યું છે કેअप्पागमो किलिस्सइ जइवि कहेइ अइदुक्करं तु तवं । सुंदरबुद्धिई कयं बहुयं पि न सुन्दरं होई ॥ ४१४ ।।
અર્થ : જેનું આગમજ્ઞાન અલ્પ છે એ ઘણો દુષ્કર તપ કરે તો પણ ક્લેશ પામે છે, કારણ કે “આ હિતકર અનુષ્ઠાન છે” આવા શુભવિચારથી તેણે કરેલું ઘણું કાર્ય પણ પરિણામે સુંદર બનતું નથી
આ અંગે વિશેષ વિચારણા આગળના લેખમાં જોઈશું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org