________________
બત્રીશી-૩, લેખાંક-૧૭
૧૬૩
ઉદાસીન છે એવું દેશ-કાળાદિની અપેક્ષાએ થયેલું આચરણ એ બીજા ‘જીત' રૂપ માર્ગ છે.
સમાધાન આવી બધી કલ્પના યોગ્ય નથી, કારણ કે તમે વિહિત, નિષિદ્ધ અને ઉપેક્ષિત... આવા આચરણના ત્રણ પ્રકાર માની રહ્યા છો, જે વાસ્તવિક રીતે છે નહીં. વાસ્તવિક તો વિહિત અને નિષિદ્ધ એમ બે જ પ્રકાર આચરણના છે. જેમકે પૂર્વે શ્રીઆચારાંગજીના શસ્ત્રપરિજ્ઞા અધ્યયનને ભણ્યા પછી જ વડીદીક્ષાનું વિધાન હતું. એટલે એ પછી વડીદીક્ષા કરવી એ વિહિત આચરણ થયું.. એ પૂર્વે વડીદીક્ષા કરવી એ નિષિદ્ધ આચરણ થયું.. હવે, આ બે સિવાય ત્રીજું ક્યું આચરણ બચે છે? જેને ઉપેક્ષિત કહી શકાય. એટલે ‘ઉપેક્ષિત આચરણ જીત વ્યવહાર રૂપ બની શકે' આ વાત ઊભી રહી શકતી નથી. અને વિહિત આચરણ તો પ્રથમમાર્ગરૂપ છે. માટે, નિષિદ્ધ આચરણને પણ જો તથાવિધ પરિસ્થિતિમાં બીજા ‘જીત' માર્ગરૂપે માનવામાં ન આવે તો એ માર્ગનો ઉચ્છેદ થઈ જવાનો પ્રશ્ન ઊભો થાય જ.
(૨) ધર્મરત્નપ્રકરણમાં આપેલાં ઉદાહરણો અસંગત થઈ જવાની આપત્તિ : શ્રીધર્મરત્નપ્રકરણ ગ્રન્થમાં ‘જીતવ્યવહાર’ના ઉદાહરણ તરીકે કલ્પપ્રાવરણ (=કપડો ઓઢવો) વગેરે આપેલાં છે. જો નિષિદ્ધ આચરણ જીતવ્યવહારરૂપ બની શકતા ન હોય તો આ બધા ઉદાહરણો અસંગત બની જશે. કારણ કે કલ્પપ્રાવરણ વગેરે સામાન્ય રીતે તો નિષિદ્ધ છે. એ અધિકારમાં સંવત્સરી અને ચોમાસીની તિથિના ફેરફારને પણ ‘જીત’ તરીકે જણાવેલ છે. જ્યાં સુધી સંવત્સરી પાંચમની હતી ત્યાં સુધી ચોથ તો અપર્વતિથિ હતી. અપર્વમાં પર્વ કરવાનો નિષેધ હોવો તો સ્પષ્ટ જ છે. એટલે ચોથના સંવત્સરી કરવી નિષિદ્ધ હતી જ ને છતાં સંવત્સરી પર્વ ચોથનું થયું છે ને ‘જીત' કહેવાયું છે એ પ્રસિદ્ધ છે જ. શંકા - પણ તિથિ તો સિદ્ધાન્ત છે, સામાચારી નહીં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org