Book Title: Battrishina Sathware Kalyanni Pagthare Part 02
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 10
________________ બત્રીશી-૩, લેખાંક-૧૫ ૧૪૫ હોતો નથી. કારણ કે તમે જ કહ્યું એમ બધી જ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ વગેરેની પરિસ્થિતિઓનું વર્ણન શક્ય નથી. એટલે આવી ઉદાસીન બાબતો અંગે શાસ્ત્રીય વિધાન ન મળતું હોવા છતાં પણ, એવી વિશેષ પરિસ્થિતિમાં એ આચરણીય બની જાય, એમ સમજી શકાય છે. વળી આ વાત બરાબર પણ છે, કારણ કે શાસ્ત્રોમાં ચૌદપૂર્વધરોને પરસ્પર છઠાણવડિયા કહ્યા છે. એટલે કે બે ચૌદપૂર્વધરોને સૂત્ર બોધ સરખો હોવા છતાં એક કરતાં બીજા ચૌદપૂર્વધરને અર્થ બોધ અનંતગણો હોવો પણ સમજી શકાય છે. અર્થાત્ પ્રથમ ચૌદપૂર્વધરને જે બાબત શાસ્ત્રવચન પરથી જણાતી ન હોવાના કારણે શાસ્ત્રવિહિત ન જણાતી હોય એવી પણ ઘણી વાતો બીજા પૂર્વધર શાસ્ત્રવચનો પરથી જ જાણતા હોવાથી ‘શાસ્ત્રવિહિત' તરીકે માનતા હોય છે. એટલે શાસ્ત્રો જે બાબતમાં ઉદાસીન હોય એવું શિષ્ટપુરુષોનું આચરણ ભલે આદરણીય બને..... પણ જે બાબતો અંગે શાસ્ત્રોમાં નિષેધના સ્પષ્ટ અક્ષરો મળતા હોય, એ તો શાસ્ત્રનિષિદ્ધ હોવાથી આદરણીય શી રીતે બની શકે ? સમાધાન - શાસ્ત્રમાં જેનો નિષેધ કરવામાં આવેલો હોય એવી શાસ્ત્ર નિષિદ્ધ બાબતો બે પ્રકારની હોય છે. (૧) સર્વથા નિષિદ્ધ અને (૨) અંશતઃ નિષિદ્ધ. આમાંથી સર્વથાનિષિદ્ધ તરીકે માત્ર મૈથુન= અબ્રહ્મસેવન જ છે. અર્થાત્ દેશ-કાળાદિની ગમે તેવી પરિસ્થિતિ નિર્માણ થાય તો પણ મૈથુન નિષિદ્ધ જ છે... મોતની પરિસ્થિતિ નિર્માણ થતી હોય તો પણ એ વિહિત બની શકતું નથી જ. પણ આ સિવાયની ‘આધાકર્મનું સેવન કરવું નહીં’ વગેરે રૂપે જે કોઈ શાસ્ત્રનિષિદ્ધ બાબતો છે એ બધી સર્વથા નિષિદ્ધ નથી. અર્થાત્ એવી કોઈ વિશેષ પરિસ્થિતિ નિર્માણ થાય તો એ નિષિદ્ધ મટીને વિહિત પણ બની જાય છે. જેમ કે સમ્મતિતર્ક વગેરે દર્શન પ્રભાવક શાસ્ત્રોનો અભ્યાસ કરવો છે. પણ જ્યાં આ અભ્યાસ શક્ય છે તે પ્રદેશમાં નિર્દોષ ભિક્ષા શક્ય નથી.... તો શું કરવું ? તો શાસ્ત્રકારોએ આવી પરિસ્થિતિમાં દોષિત ગોચરીની પણ છૂટ આપી છે. અર્થાત્ સામાન્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 146