Book Title: Battrishina Sathware Kalyanni Pagthare Part 02
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 9
________________ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે આરોગ્યપ્રાપ્તિના=મોક્ષપ્રાપ્તિના માર્ગ તરીકે સ્વીકૃત બને છે. આમાં સંવિગ્નગીતાર્થોને ટૂંકમાં ‘શિષ્ટ’ કહીએ તો આવો અર્થ મળ્યો કે શિષ્ટાચાર પણ માર્ગ છે. ૧૪૪ એટલે જ શાસ્ત્રોમાં કહ્યું છે કે જે શિષ્ટાચારનો અનાદર કરે એ વસ્તુતઃ પ્રથમમાર્ગનો=શાસ્ત્ર વચનોરૂપ માર્ગનો પણ અનાદર કરે છે. શંકા - ઉપદેશપદ ગ્રન્થમાં શાસ્ત્રોમાં રહેલા વિધાનવાક્યો વગેરેના ચાર પ્રકારે અર્થ બતાવેલા છે. પદાર્થ, વાક્યાર્થ, મહાવાક્યાર્થ અને ઐદંપર્યાર્થ. આમાં, સર્વત્ર ચૈદંપર્યાર્થ તરીકે ‘સર્વજ્ઞવચનરૂપ આજ્ઞા ધર્મમાં સારભૂત છે' એમ જણાવેલું છે. તેથી સર્વજ્ઞવચનનો આદર કરવો એ તો બરાબર છે. પણ સંવિગ્ન ગીતાર્થના આચરણને માર્ગરૂપ માની એનો પણ આદર કરવો એ શી રીતે યોગ્ય કહેવાય ? સમાધાન ઃ આરાધના-વિરાધના વગેરેના વ્યવહાર શાસ્ત્રોમાં પાંચ પ્રકારના બતાવ્યા છે. આગમવ્યવહાર, શ્રુતવ્યવહાર, આશાવ્યવહાર, ધારણા વ્યવહાર અને જીતવ્યવહાર. આ વ્યવહારોનું જેમાં પ્રતિપાદન કરવામાં આવ્યું છે એ શાસ્ત્રોમાં એવું પણ કહ્યું છે કે ‘વર્તમાનકાળમાં શિષ્ટાચારરૂપ જીતવ્યવહાર મુખ્ય છે.' એટલે શિષ્ટાચારને ‘માર્ગ’ તરીકે સ્વીકારીને પ્રધાનપણે અનુસરવામાં ન આવે તો એના પ્રાધાન્યને જણાવનાર આ શાસ્ત્ર વચનનો અનાદર થાય એ સ્પષ્ટ છે. અને જિનવચનમય શાસ્ત્રનો અનાદર કરવાથી તો નાસ્તિકતા જ આવી જાય એ ચોખ્ખુ ચણાક છે. આમ શિષ્ટાચારનો આદર કરવામાં પણ જિનાજ્ઞા રહેલી જ છે. માટે એના અનાદરની શંકા યોગ્ય નથી. શંકા - શાસ્ત્ર વચનો અમુક બાબતો અંગે ‘આ કરવું જોઈએ - કર્તવ્ય છે’ એમ વિધાન કરતા હોય છે. અમુક બાબતો અંગે ‘આ ન કરવું જોઈએ, ત્યાજ્ય છે' એમ નિષેધ કરતા હોય છે. અમુક બાબતો અંગે ઉદાસીન હોય છે. એટલે કે એ અંગે વિધાન કે નિષેધ કશો જ ઉલ્લેખ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 146