Book Title: Battrishina Sathware Kalyanni Pagthare Part 02 Author(s): Abhayshekharsuri Publisher: Divya Darshan Trust View full book textPage 7
________________ ૧૪૨ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે એનું કલ્યાણ-અકલ્યાણ પણ અતીન્દ્રિય છે. એટલે, શું કરવાથી આત્માને લાભ થાય અને શું કરવાથી આત્માને નુકશાન થાય એનો નિર્ણય કરવાનું આધારભૂત સ્થાન મુખ્ય રૂપે અતીન્દ્રિયજ્ઞાનીનાં (=૫રમાત્માનાં) વચનો જ છે. અલબત્ આ વચનો પરથી મળતો બોધ (= સમ્યજ્ઞાન), એની શ્રદ્ધા (=સમ્યગ્દર્શન) અને તદનુસાર કરાતી પ્રવૃત્તિ-નિવૃત્તિ (સમ્યક્ચારિત્ર) એ જીવને મોક્ષ તરફ લઈ જનાર હોવાથી વાસ્તવિક ‘માર્ગ’ રૂપ છે, છતાં આ બધાનું મુખ્ય કારણ પ્રભુનાં વચનો છે, માટે એ વચનોને જ ‘માર્ગ' તરીકે જ્ઞાનીઓએ કહેલ છે. ગ્રન્થકાર ખુદ આગળ ચૌદમી બત્રીશીમાં કહેવાના છે કે પરલોક વિધિ અંગે શાસ્રવચનો એ જ પ્રમાણ છે... આવી જ વાત યોગબિન્દુ-યોગસાર વગેરેમાં પણ કહેલી છે.... એટલે ભગવચનોરૂપ શાસ્ત્ર પરથી જ માર્ગનો બોધ મળતો હોવાથી એને જ માર્ગ કહેવાય છે. માર્ગનો આ પ્રથમ પ્રકાર છે. માર્ગનો બીજો પ્રકાર છે સંવિગ્ન ગીતાર્થોનું આચરણ..... ચિકિત્સાશાસ્ત્ર ગમે એટલું વિસ્તૃત હોય ને ગમે એટલું વિશદ હોય.... ચિકિત્સાનું સંપૂર્ણ વર્ણન શક્ય હોતું નથી. કારણ કે ઔષધ તરીકે અને આહાર તરીકે કેવા દ્રવ્યો ઉપલબ્ધ છે એની ચિકિત્સા પર અસર હોય છે.... અર્થાત્ એને નજરમાં રાખીને દવા આપવાની હોય છે. આને દ્રવ્યની અસર કહેવાય છે. આ જ રીતે પ્રદેશ સૂકો હોવો કે ભેજવાળો.... ઠંડો હોવો કે ગરમ વગેરે રૂપે ક્ષેત્રની, શિયાળો, ઉનાળો, ચોમાસુ વગેરે રૂપે કાળની, દર્દીના રોગ-આરોગ્ય-ઔષધ વગેરે સંબંધી ભૂતકાળ-શરીરની નાસીર-પરિવારના સભ્યોના રોગ-આરોગ્ય વગેરે રૂપ ભાવની ચિકિત્સાપર અસર હોય છે. આ બધા જ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવની વિવિધ પરિસ્થિતિઓ મળીને જેટલા ભાંગા (વિકલ્પો) થાય એ બધાનું વર્ણન... ને એ વખતે કેવી કેવી દવા આપવી એનું વર્ણન.... આ બધું ત્રણે કાળને અને સર્વ ક્ષેત્રને વ્યાપક રાખીને કરવું એ ક્યારેય શક્ય છે જ નહીં.... માટે ચિકિત્સાશાસ્ત્રના શબ્દોને અનુસરીને જ દવા કરવી..... શારીરિક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 146