Book Title: Battrishina Sathware Kalyanni Pagthare Part 02 Author(s): Abhayshekharsuri Publisher: Divya Darshan Trust View full book textPage 6
________________ લેખાંક બીજી દેશના બત્રીશીમાં દેશના અંગેની વાતો વિચારી. આ દેશના દ્વારા મોક્ષમાર્ગનો બોધ આપવાનો હોય છે. માટે હવે ત્રીજી બત્રીશીમાં માર્ગ અંગેની વાતો કરવામાં આવે છે. માટે આ ૧૫ બત્રીશીનું નામ માર્ગ બત્રીશી છે. માર્ગ બે પ્રકારે છે. (૧) જિનવચન અને (૨) સંવિગ્ન અશઠ ગીતાર્થોનું આચરણ. આ વાત શ્રીધર્મરત્ન પ્રકરણ ગ્રન્થના ગ્રન્થકાર શ્રી શાંતિસૂરિ મહારાજે આ રીતે કહી છે. મળ્યો મામળીડું મહવી સંવિશવદુખળાફાંત્તિ.... આપ્તપુરુષોના વચનોને અનુસરીને જીવો પ્રવૃત્તિ કે નિવૃત્તિ કરતા હોય છે. ‘દાન કરવું જોઈએ' આવા બધા વચનોમાં ‘કરવું જોઈએ’ આવો જે પ્રયોગ હોય છે એને વિધિપ્રયોગ-વિધ્યર્થ પ્રયોગ-વિધાન.... કહેવાય છે... એવા વાક્યને વિધિવાક્ય કે વિધાન કહેવાય છે. અને ‘હિંસા ન કરવી જોઈએ...' વગેરે રૂપે નિષેધ જેમાં કરાતો હોય છે એને નિષેધ વાક્ય કે નિષેધ કહેવાય છે. આપ્તપુરુષના વિધિવાક્ય પરથી જીવને ‘આનાથી વિશેષ કોઈ અનિષ્ટ થયા વગર મને મારા ઇષ્ટની પ્રાપ્તિ થશે’ આવો નિર્ણય થાય છે અને તેથી જીવ એવા વાક્યને અનુસારે પ્રવૃત્તિ કરે છે. એમ આમ પુરુષે કરેલા નિષેધ પરથી ‘આનાથી મારું મોટું અનિષ્ટ થશે' આવો જીવને નિર્ણય થાય છે અને તેથી એવી પ્રવૃત્તિથી જીવ અટકે છે (નિવૃત્તિ કરે છે). શ્રી તીર્થંકરભગવંતો પરમ આપ્ત પુરુષ છે... માટે એમના વચનો એ પ્રવૃત્તિ-નિવૃત્તિમય માર્ગ રૂપ છે. જેમ શરીરની અંદર રહેલા અવયવો કે કફ-પિત્ત અને વાયુ બાહ્ય ચક્ષુના વિષય નથી. માટે કયા ઔષધાદિથી એને લાભ છે ને શાનાથી નુકશાન છે ? એનો નિર્ણય કરવા માટે ચિકિત્સાશાસ્ત્રનાં વચનો જ આધાર છે. એમ આત્મા અતીન્દ્રિય હોવાથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 146