Book Title: Arhat Dharm Prakash
Author(s): Kirtivijay
Publisher: Aatmkamallabdhisuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 11
________________ જાય છે કે આ દર્શનના નિર્ણાયક મહારથી એટલે કે સૂત્રધાર કેવળ મહામેધાવી અને પ્રજ્ઞા-પ્રૌઢ જ નહતા પરંતુ સર્વજ્ઞ અને સર્વદર્શી હતા; નહિતર આવી પ્રરૂપણું અસંભવ હોત. ભલે સામાન્ય વર્ગના લેકે જૈન દર્શનની મહત્વતા ન પણ સમજે પરંતુ બુદ્ધિવાદી વર્ગ (Intellectual class) તે આની તરફ ખૂબ આકર્ષિત થયો છે. અને તેની રૂપરેખા (Outlines) જાણવાની તેઓમાં ખૂબ જિજ્ઞાસા પ્રકટ થઈ છે. અમારી સંસ્થા પાસે દેશદેશાન્તરેથી કેટલાય લોકોની જૈન સાહિત્યને માટે ભાગ આવી રહી છે પરંતુ જૈન દર્શનના જુદા જુદા વિષયના નિષ્કર્ષરૂપ (Nut-shell form ) એક નાનકડા નિબંધ અમારી પાસે તૈયાર ન હોવાથી અમારી સામે તેઓની માગ પૂરી કરવાને પ્રશ્ન ઊભો હતે. દેવગે આ વર્ષે અમારા નગરના પુણ્યોદયથી મહાન પ્રભાવશાળી, પ્રખરવક્તા, પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી શ્રી શ્રી ૧૦૦૮ શ્રીમદ્ વિજયલક્ષ્મણસૂરીશ્વરજી મહારાજનું ચાતુર્માસ થયું અને તેમના વિદ્વત્તાથી ભરેલા વ્યાખ્યાન સાંભળી એવી ભાવના થઈ કે તેઓશ્રી પાસે એવો નિબંધ પ્રકાશિત કરવાની પ્રાર્થના કરવામાં આવે. તદનુસાર અમે પ્રાર્થના કરી અને સંતોષજનક પ્રત્યુત્તર મળ્યો અર્થાત્ એમણે પિતાના વિદ્વાન શિષ્ય મુનિશ્રી કીતિવિજયજીને આ બાબતમાં નિર્દેશ કર્યો. પૂજ્ય મુનિશ્રીએ તેઓશ્રીની આજ્ઞાનુસાર સરળ રીતે અને સુંદર શૈલીમાં સકળ મૌલિક વિષયના સારરૂપ આ નિબંધ તૈયાર કર્યો. આમાં ઘણીયે યુક્તિસંગત એટલે કે બુદ્ધિગમ્ય વાતે પ્રતિપાદન કરી છે જેને લોકે ખૂબ લાભ ઉઠાવી શકે છે. પૂજ્ય મુનિશ્રી માટે પ્રશંસાના બે શબ્દો કહ્યા વિના રહેવાતું નથી, કારણ કે કેટલાક દિવસ સુધી તેમને સત્સંગના લાભ અને તેમના પ્રશસ્ત પુરુષાર્થને અનુભવ થયો છે. તેઓ ખૂબ કાર્ય કુશળ અને કુશાગ્ર બુદ્ધિસંપન્ન છે. કવિત્વશક્તિની સાથે સાથે લેખનશક્તિ પણ ઘણી પ્રબળ છે અને જૈન માર્ગ પ્રભાવના અને ધર્મપ્રચાર માટે ઘણી ઉત્કંઠા રાખે છે અને ઉત્સાહપૂર્વક સતત પ્રયત્નશીલ રહે છે.

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88