Book Title: Arhat Dharm Prakash
Author(s): Kirtivijay
Publisher: Aatmkamallabdhisuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 84
________________ પુનર્જન્મના પુરાવા [ ૬૫ ] મારું આયુષ હતું. લગ્ન કરેલ નહી. બસ, બ્રાહ્મણના ભવની આટલી જ હકીકત હું જાણું છું. ઉપરની વસ્તુઓ હું બેલતે પણ ઘરનાં દરેકને આ શું છે ? તેને ખ્યાલ આવતે નહિ. પણ એક દિવસ મારી બા પાટણ ગયાં. મારી ઊંમર નાની (ત્રણ વર્ષની) હોવાથી હું પણ એમની સાથે ત્યાં ગયો. સ્ટેશને ઉતર્યા. હું આ ભવમાં પહેલી જ વખત પાટણ જેતો હતો. મેં મારી બાને કહ્યું: “બા, તમે લેકે મારી વાત સાચી માનતાં નથી પણ આજે હું મારું ઘર બતાવું.” મારી બાએ કહ્યું બતાવ જેઉં.” હું તેને તંબેનીવાડે મારે ઘેર લઈ ગયે. ઘર પડતર હાલતમાં હતું. મેં બતાવ્યું ને કહ્યું કે આ મારું ઘર છે. બે ચાર પડેશીઓને પણ ઓળખ્યાં. મહોલ્લાનાં બધાં જ દેરાસરે (ઘર દેરાસર પણ) લઈ ગયો. મહારાજ સાહેબના ફાટા ઓળખ્યા કે આ “આત્મારામજી મહારાજ ” “ આ કમલસૂરિ મહારાજ ” “ આ ઉમેદવિજય મહારાજ.” આ બધી હકીકત જઈ પાટણમાં લેકીને નવાઈ લાગી. હજારે લેકે મને જોવા આવતાં. લગભગ બે ચાર મહીના આ પ્રમાણે ચાલ્યું એટલે ગાયકવાડ સરકારે તેની તપાસ કરવા તપાસયંત્ર પાટણ કહ્યું. અમોને પણ પાટણ બોલાવ્યા. હું, મારાં માતુશ્રી તેમ જ પિતાશ્રી. તેઓએ મને કહ્યું કે “બીજી કંઈ હકીક્ત બતાવએટલે પાટણમાં સુખડીવટમાં ડાહ્યાચંદ આલમચંદની પેઢી ચાલતી હતી, ત્યાં મારું પાટણના ભવનું (કેવલચંદ રામચંદના નામનું) ખાતું ચાલતું હતું. તેમની દુકાને હું તે અમલદારેને લઈ ગયા. તેમની રૂબરૂમાં ૩૦ થી ૪૦ વર્ષના જૂના ચોપડા કઢાવ્યા ને મારું ખાતું કઢાવ્યું. વળી ભારે પાટણના ભવને છોકરા છોકરે મને જોવા માટે આવેલ તેને પણ મેં ઓળખ્યો ને કહ્યું કે “તું તો મારો છોકરે છે. તારું નામ મણીલાલ છે.” તેણે પણ બધી હકીકત કબૂલ કરી. તે અત્યાર સુધી હયાત હતો, ફક્ત એક માસ પહેલાં ગુજરી ગયાં છે. આ પ્રમાણે મારી પૂર્વ ભવની હકીકત છે. " ! સેવતીલાલ 22 (ચાણમાવાળા)

Loading...

Page Navigation
1 ... 82 83 84 85 86 87 88