________________
વિદ્વાનોના અભિપ્રાય *
[ ૬૩ ] માટે વૈદિક ધર્મ, પશાસ્ત્ર અને ગ્રંથકાર ખડા થયા હતા. વૈદિક વાતમાં કેટલીક એવી છે કે તે જૈન શાસ્ત્રમાંથી જ નમૂનારૂપે એકઠી કરવામાં આવી છે.
---યોગી છવાનંદ પરમહંસ જૈન સાધુઓના ઉચ્ચતમ ત્યાગને હું આદર કરું છું.
–રાષ્ટ્રસંત તુકડજી મહારાજ જૈન તત્વજ્ઞાનમાં સ્યાદ્વાદની વાસ્તવિક વ્યાખ્યા શું છે, એને જાણ વાનો દાવો હું કરી શકતું નથી. પરંતુ મારી માન્યતા છે કે ‘સ્યાદ્વાદ” માનવબુદ્ધિનું એકાંગીપણું જ સૂચિત કરે છે.
---દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર પ્રારંભમાં વિદ્વાન વર્ગના મસ્તક પર બૌદ્ધ ધર્મની છાપ એવી અમર પડી ગઈ હતી કે તેઓ જૈન ધર્મને બૌદ્ધ ધર્મની એક શાખાના સ્વરૂપમાં વર્ણવવા લાગ્યા હતા, કિંતુ હવે તેમની દૃષ્ટિમર્યાદાનું આચ્છાદિત કરનારનું આવરણ દૂર હડી રહ્યું છે. તેથી જૈન ધર્મ સર્વ આદિ ધર્મોમાં પોતાનું સ્વતંત્ર સ્થાન પ્રાપ્ત કરવા લાગ્યો છે.
–. સી. વી. રાજવાડે એમ. એ. બી. એસસી.