________________
[ 2 ]
આહુતિધર્મપ્રકાશ પાર્શ્વનાથજી જૈન ધર્મના પ્રથમ પ્રચારક ન હતા. જૈન ધર્મને પ્રથમ પ્રચાર શ્રી ઋષભદેવજીએ કર્યો.
–શ્રી વરદકાંતજી એમ. એ. ભારતવર્ષના પ્રાચીન ઇતિહાસમાં જૈન ધર્મે પિતાનું નામ અજરામર કર્યું છે.
– કર્નલ ટૌડ. યાદ્વાદ એ જૈનધર્મને અભેદ્ય દુર્ગ છે. એ દુર્ગમાં વાદી અને પ્રતિવાદીઓના માયામય ગાળાઓને પ્રવેશ થતો નથી. વેદાંત આદિ અન્ય દર્શનશાસ્ત્રોની પૂર્વે પણ જૈન ધર્મ અસ્તિત્વમાં હતો, એ વાતમાં મને રતિભર પણ સંદેહ નથી.
- પ. રામમિશ્રછ આચાય. જૈન ધર્મને અભ્યાસ કરવાની મારી હાર્દિક ઈચ્છા છે, કારણ કે હું સમજું છું ત્યાં સુધી વ્યાવહારિક યોગાભ્યાસને માટે તેનું સાહિત્ય સહુથી પ્રાચીન છે. એ વેદના રીતરિવાજેથી ભિન્ન છે. એમાં હિંદ ધર્મની પૂર્વની આત્મિક સ્વતંત્રતા વિદ્યમાન છે, જેને પરમ પુરુષો અનુભવ અને પ્રકાશમાં લાવ્યા છે. આ સમય છે કે જેમાં આપણે આ સંબંધી વિશેષ જાણવું જોઈએ.
-રાયબહાદુર પૂણેન્દુ નારાયણસિંહ એમ. એ. વ્યાકરણાદિ અનેક શાસ્ત્રોનાં અધ્યયન-અધ્યાપન દ્વારા વેદમત ગળામાં બાંધીને મેં અનેક રાજા પ્રજાની સભામાં વિજય મેળવીને જોયું કે આ બધી વ્યર્થ મગજમારી છે. એક જૈન શિષ્યના હાથમાં બે પુસ્તકે જોયાં, તેમાંના લેખ મને એટલા સાચા, નિષ્પક્ષપાતી જણાયા કે જાણે હું એક જગત છોડીને બીજા જગતમાં આવી ખડે થયો. બાલ્યાવસ્થાથી માંડીને ૭૦ વર્ષ સુધી જે કંઈ અભ્યાસ કરીને વૈદિક ધર્મ ગળે બાંધીને ફર્યો તે વ્યર્થ લાગવા માંડ્યું. પ્રાચીન ધર્મ, પરમ ધર્મ, સત્ય ધર્મ રહ્યો હોય તે તે જૈન ધર્મ હતો કે જેની પ્રભા નાશ કરવા