Book Title: Arhat Dharm Prakash
Author(s): Kirtivijay
Publisher: Aatmkamallabdhisuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 85
________________ [૨] છતરપુરના સ્કૂલ ઈન્સ્પેકટર શ્રી મનોહરલાલ મશ્રની પુત્રી સ્વર્ણલતા પિતાના બે પૂર્વજન્મનો હાલ બતાવે છે. આ પુત્રીને લઈ શ્રી મિશ્ર એક દિવસ જબલપુરના પ્રવાસે ગયા ત્યારે તેઓ ચા–પાણી માટે એક હોટલની શોધમાં હતા ત્યાં એક ચાની નાની દુકાન દેખતા વર્ણલતા બોલી ઉઠી કે પિતાજી, ચાલે, આ આપણી દુકાન છે, તેમાં ચા-પાણી કરીએ. પુત્રીના આવા શબ્દો સાંભળી શ્રી મનહરલાલ મીરાને થયું કે છોકરીનું ચસ્કી ગયું છે. નહી તે અહીં અમે ફરવા આવ્યા છીએ, કેઈની ઓળખાણ નથી ત્યાં આપણી હોટલ ક્યાંથી આવી ? પણ સ્વર્ણલતા પિતાની પરવા કર્યા વગર તે નાની હોટલમાં ઘુસી ગઈ અને તેના પૂર્વજન્મના નાના ભાઈ હરીપ્રસાદને કહેવા લાગીઃ “હરી, મને પીવા માટે પાણી આપ, બહુ જ તરસ લાગી છે.” અજાણી છોકરીને મોઢે પિતાનું નામ સાંભળી હરીપ્રસાદ પાઠક હેબતાઈ ગયા. તેમને આશ્ચર્યચક્તિ જોઈ છોકરી બેલીઃ “હરી, તું મને નથી ઓળખતે, હું તારી મોટી બેન કીશોરી છું.” હરીપ્રસાદ તેના શબ્દો સાંભળી પિતાના બધા કુટુંબીઓને બેલાવી લાવ્યો. સને ૧૯૩૯ સુધીના જેટલા સભ્યો આ ઘરમાં હતા તેમનાં બધાના નામે કરીએ કહી સંભળાવ્યાં. નાની ઉંમરમાં ભાઈઓને જે નામથી બોલાવવામાં આવતા તે પણ છોકરીએ કહી સંભળાવ્યાં. તે પછી છોકરીના સાસરીયા પક્ષના લેકને લાવવામાં આવતાં તેણે પિતાના ત્રણ પુત્રો અને બે પુત્રીઓને ઓળખી કાઢ્યાં. તેના એક પુત્રે પિતાનું નામ ખોટું બતાવતાં સ્વર્ણલતા બેલી કે “માતા સમક્ષ ખોટું બોલતાં શરમ નથી આવતી ?” તે પછી પૂર્વજન્મના તેના પતિ શ્રી. ચીંતામણી પાંડે આવ્યા ત્યારે છોકરીને એ કોણ છે એમ પૂછવામાં આવતાં ૧૦ વર્ષની છોકરી શરમાઈ ગઈ અને કહ્યું કે એ એ જ છે, જેમની સાથે મારા લગ્ન થયાં હતાં; અને પાલખીમાં બેસી હું મેહાર ગઈ હતી. ત્યારે એ ઘોડા પર હતા. માર્ગમાં એમનો ઘડો તોફાની બની જતાં ચાર માણસોને કચડી એમને પાડી નાખ્યા હતા, જેથી એ ખૂબ ઘાયલ થયા હતા અને એક મહીના સુધી માંદગીના બીછાને રહ્યા હતા. આવી આવી વાતો છોકરીને મોટેથી

Loading...

Page Navigation
1 ... 83 84 85 86 87 88