Book Title: Arhat Dharm Prakash
Author(s): Kirtivijay
Publisher: Aatmkamallabdhisuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 83
________________ પુનર્જન્મના પૂરાવા [૧] સેવંતીલાલ માણેકલાલે કહેલી પૂર્વભવની હકીકત rr લગભગ ત્રણ વર્ષની ઊમરે કાઈ કાઈ નામ સાંભળતાં મને એમ લાગતું કે આ નામ પૂર્વે કાઈ વખત મેં સાંભળ્યું છે. કાઈ કાઈ વસ્તુ જોતાં એમ લાગતું કે આ વસ્તુ મેં પૂર્વે જોઈ છે, એમ વિચાર કરતાં કરતાં એમ થવા લાગ્યું કે મારે કેાઈ ભવમાં સ્ત્રીએ હતી, બાળકા હતાં. આ રીતે વિચારા ચાલતા તે સમયે એક પ્રસ ંગે મારા પિતાશ્રીએ મને કાકડીની એક ચીરી ખાવા માટે આપી. તે સમયે મેં તેમને કહ્યુ કે “હું તે તમારા એકના એક પુત્ર છું, છતાં તમે મને કેમ નાનેા ટુકડા આપે છે? મારે ગયા ભવમાં છ-છ છેાકરા હતા, છતાં પણ હું વધારે ખાવાનું આપતા હતા.” આ સાંભળી ઘરનાં બધાંને નવાઈ લાગી કે આ છેાકરે। શુ ખેલે છે. પણ તેમને કંઈ ખ્યાલ આવ્ય। નહી. પછી તા હું કહેતા કે હું શ્રાવક હતા. મારું નામ કેવળચંદ હતું. પાટણમાં ઘર હતું. ત્રણ સ્ત્રીએ હતી. છ છેાકરાએ હતા. છેકરાનાં નામ પણ હું કહેતા. એક છોકરી હતી. પૂનામાં મારે કાપડની અને ગાળની એમ એ દુકાના હતી. છપ્પન વર્ષનું મારું આયુધ હતું, મારી ત્રણ સ્ત્રીઓમાંથી એ સ્ત્રીએ ગાંડી હતી અને એક સ્ત્રી ડાહી હતી. મને મરતાં પહેલાં લકવા લાગુ પડેલા એટલે હું લાકડી લઈ તે ચાલતા. વળી હુ પહેલાં બ્રાલ પાઘડી પહેરતા પણ મારી છેાકરી રાંડવાથી લીલી પાઘડી પહેરતા. અત્યારે મારાથી ત્રણ વર્ષ મેટી મારી બહેન છે તે મારે ત્યાં કામ કરવાવાળી હતી, તેના ધણીનુ નામ વીરચંદ ઠાકરડા હતું. અત્યારે મારી બા છે તે, એ વખતે મારાં બહેન હતાં. પાટણમાં તખે।ળીવાડામાં મારું ધર હતુ. તેમાં આંબલીનું ઝાડ છે. મે એ વખતે આત્મારામજી, કમલસૂરિ તથા ઉમેદવિજય મહારાજનાં દર્શન કરેલ. પછી એ ભવમાંથી મરીને બીજો ભવ મારા બ્રાહ્મણના થયા. ૨૫ વર્ષનુ

Loading...

Page Navigation
1 ... 81 82 83 84 85 86 87 88