________________
ઇશ્વરની ઉપાસના જૈન દર્શન એ એક આસ્તિક દર્શન છે. જૈન ધર્મ એ એક આસ્તિક ધર્મ છે. તેમાં ઈશ્વરની ઉપાસના–સેવાભક્તિ કરવાનું ખાસ ફરમાન છે, તેથી જ જૈનો પરમાત્માની ભક્તિમાં તન, મન અને ધન સમર્પણ કરી દે છે. જૈન મન્દિર જેવાથી આ વસ્તુને વધારે સ્પષ્ટ ખ્યાલ આવી શકશે.
ભમરીનાં ધ્યાનથી ઇયળ જેમ ભમરી બને છે, તેમ પરમાત્માના ધ્યાનથી આત્મા પરમાત્મા બને છે. આત્મા
સ્ફટિક રત્ન જે નિર્મળ છે. સ્ફટિકરત્નની નજીક જેવા રંગની વસ્તુ ધરવામાં આવે તેવા રંગનું તેમાં પ્રતિબિંબ પડે છે, તેવી જ રીતે આત્માને જેવા જેવા સંગે મળે છે, તે તે બની જાય છે. રાગ, દ્વેષ કે મોહનું નિમિત્ત મળતા તે રાગી, દ્રષી ને મેહી બને છે. તેમ સારા સંગો મળતાં સારી ભાવનાઓવાળે થાય છે, માટે જ સંસારી આત્માઓને સારા નિમિત્તની અને સારા આલંબનોની પહેલી તકે જરૂર છે. ઊંચામાં ઊંચું અને સુંદરમાં સુંદર નિમિત્ત એ પરમાત્માની પ્રશમરસનિમગ્ન એટલે શાંત મુખમુદ્રાવાળી વીતરાગતાને ખ્યાલ આપતી ચિત્તાકર્ષક મનહર મૂર્તિઓ છે. એ મૂર્તિનાં દર્શન, પૂજન અને સેવા-ભક્તિથી આત્મા ક્રમશઃ વીતરાગદશાને પામે છે. -