________________
પડદ્રવ્ય ૧ ધર્માસ્તિકાય, ૨ અધર્માસ્તિકાય, 3 આકાશાસ્તિકાય, ૪ પુદગલાસ્તિકાય, ૫ જીવાસ્તિકાય, અને ૬ અદ્ધા સમય એટલે કાળ-એ છ દ્રવ્ય કહેવાય છે.
૧. ધર્માસ્તિકાય–ગમન કરતાં પ્રાણીઓ અને ગતિ કરતી જડ વસ્તુઓને તેમની ગતિમાં સહાય થનાર પદાર્થને “ધર્મ” કહેવામાં આવે છે. તેને અસ્તિકાય કહેવાનું કારણ એ છે કે તે પ્રદેશના સમૂહુરૂપ છે. અતિ એટલે પ્રદેશ અને કાય એટલે સમૂહ. માછલામાં જવાનું સામર્થ્ય છે અને જવાની ઈચ્છા પણ છે, પરંતુ તે નિમિત્તરૂપ પાણી વિના ગતિ કરી શકતું નથી. તે જ રીતે ચેતન તથા જડ પદાર્થોને ગતિ કરવામાં જે દ્રવ્ય નિમિત્ત બને છે, સહાયક થાય છે, તે ધર્માસ્તિકાય.
૨. અધર્માસ્તિકાય-પ્રાણીઓ અને જડ વસ્તુઓને સ્થિર થવામાં સહાય થનાર પદાર્થને “ અધર્મ' કહેવામાં આવે છે. તે પણ અસ્તિકાય છે. કેઈ સ્થળે સદાવ્રત સારાં મળતાં હેય તે ભિક્ષુક લેકે ત્યાં નિવાસ કરવાનું મન કરે છે. આવા સદાવ્રત કઈ ભિક્ષુક લોકોને હાથ પકડીને લઈ જતાં નથી, પણ તે નિમિત્તને પામીને ભિક્ષુક લકે સ્થિરતા કરે