Book Title: Arhat Dharm Prakash
Author(s): Kirtivijay
Publisher: Aatmkamallabdhisuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 59
________________ [ ૪૦ ] આહંતધર્મપ્રકાશ છે. મુસાફર થાકેલે હેય તે સમયે વૃક્ષની છાયા નીચે વિશ્રામ કરે છે, તેમાં વૃક્ષની શીતળ છાયા નિમિત્તભૂત છે, તેમ અધર્માસ્તિકાય ચેતન તથા જડ પદાર્થને સ્થિર કરવામાં નિમિત્તભૂત બને છે, સહાયક થાય છે. - ૩, આકાશાસ્તિકાય–આકાશ તેને ગુણ અવકાશ-એટલે કે જગ્યા આપવાને છે. જો કે આકાશ આંખવડે જોઈ શકાતું નથી, તે પણ અવગાહ ગુણને લઈને તેની સાબિતી થઈ શકે છે. ' લેક સંબંધી આકાશને “કાકાશ” અને અલેકસંબંધી આકાશને “અલકાકાશ ” કહેવામાં આવે છે. લેક તથા અલેકને વિભાગ પાડનાર ધર્મ અને અધર્મ દ્રવ્ય જ છે. ઊંચે નીચે અને આસપાસ સર્વત્ર ઉપર્યુક્ત બને પદાર્થો વિદ્યમાન હોય, ત્યાં સુધીનાં “ક્ષેત્રને ” “લોક એવી સંજ્ઞા આપવામાં આવી છે. તે લેકની બહારને પ્રદેશ અલક કહેવાય છે. ધર્મ તથા અધર્મને સહયોગથી જ લેકમાં છે અને પુલોની ક્રિયા થઈ રહી છે. અલોકમાં આ બને પદાર્થો નહીં હોવાથી, ત્યાં એક પણ અણુ કે જીવ નથી, તેમ જ લોકમાંથી કઈ પણ આપ્યું કે જીવ ત્યાં જઈ શકતા નથી. આકાશદ્રવ્ય વિસ્તારમાં અનંત છે, એટલે કે તેને છેડો જ નથી. ૪. પુદ્ગલાસ્તિકાય-પૂરવું અને મરી જવું, જુદું પડી જવું, એવા સ્વભાવવાળા પદાર્થને “પુદગલ” કહેવામાં આવે છે. પુદગલેને કેટલોક ભાગ પ્રત્યક્ષ રૂપ છે અને કેટલાકની હયાતિ અનુમાન વડે જાણી શકાય છે. ઘડે,

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88