Book Title: Arhat Dharm Prakash
Author(s): Kirtivijay
Publisher: Aatmkamallabdhisuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 60
________________ ૫ ચૂકવ્ય [ ૪૧ ] સાદડી, પાટલેા, મહેલ, ગાડી, વગેરે સ્થૂલ પુદ્ગલમય છે અને પ્રત્યક્ષ જણાય છે. જે જે પુદ્ગલે। અતિ સૂક્ષ્મ છે, તેની સાબિતી અનુમાનવડે થઈ શકે છે, જેમકે ઝીણી ઝીણી રજ કે કણીએ સિવાય મેાટી વસ્તુએ બની શકે જ નહિ. શબ્દ, પ્રકાશ, છાયા, તાપ અને અંધકાર વગેરે પુદ્ગલના જ પ્રકાર છે. ૫. જીવાસ્તિકાય-ચૈતન્યસ્વરૂપ આત્માને “જીવ” કહેવામાં આવે છે. “ હું સુખી છું, હું દુઃખી છું.” એવી લાગણી કંઈ મડદાને થતી નથી, કારણ કે તેમાંથી ચૈતન્યસ્વરૂપ આત્મા ચાલ્યેા ગયેલા હાય છે. દાતરડાથી કપાય છે, પણ દાતરડું અને કાપનાર જુદા છે. દીવાથી જોવાય છે, પણ જોનાર અને દીવા બન્ને ભિન્ન ભિન્ન છે. તેવી રીતે ઈંદ્રેચાથી રૂપ, રસ વગેરે ગ્રહણ કરાય છે, પણ ઈંદ્રિયા અને ગ્રહણ કરનાર બન્ને અલગ અલગ છે. આત્મા ધેાળા, કાળા કે પીળે વગેરે કેઇ વર્ણના નથી, તેથી તેને જોઈ શકાતા નથી, છતાં અનુમાન પ્રમાણથી તેની સિદ્ધિ થઈ શકે છે. ૬. કાળ-અઢી દ્વીપમાં પરમ સૂક્ષ્મ ભાવ છે, તેના વિભાગ થઈ શકતા નથી અને તે એક સમયરૂપ હાવાથી તેને · અસ્તિકાય ” એવી સજ્ઞા ઘટી શકતી નથી. એક સરખી જાતિવાળા વૃક્ષ વગેરેમાં એક જ વખતે ઋતુ તેમજ સમયને લીધે વિચિત્ર ફેરફાર થતા જણાય છે, એ જ વસ્તુ કાળની નિયામકતા સૂચવે છે. “ આ બાળકની ઉંમર મેટી છે. આ વિદ્યાર્થીની ઉંમર નાની છે. ' આવી હકીકત પણ કાળની

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88