________________
આધુનિક વિજ્ઞાન *
[ ૪૯ ] આવિષ્કારથી જગતને લાભ થતું નથી. આ ખર્ચ બચાવીને દીન દુખી જનોના ઉદ્ધાર માટે એ રકમને ઉપગ કરવામાં આવે તે કોડે માણસનું ભલું થાય.
યંત્રવાદે આજે હજાર માણસને બેકાર બનાવી દીધા છે. માણસ આજે દીન, હીન અને નિર્વીય બની ગયેલ છે. જેમ જેમ સાધન વધતાં ગયાં તેમ તેમ દુઃખ અને અશાંતિ વધતી જ ગઈ છે. પ્રાચીન કાળમાં દેશ કેટલે સુખી અને સમૃદ્ધ હતે ? કેવી શાંતિ હતી? આજે તે ભયના ભણકારા વાગી રહ્યા છે. વિશ્વમાં અશાંતિ પ્રસરેલી છે, પણ હમણાં એ નહિ સમજાય.
હજારો વર્ષ પહેલા એવી યંત્રસામગ્રી ન હતી, એવા આવિષ્કાર ને એવાં સાધને ન હતાં, છતાં વિજ્ઞાન દ્વારા જે જે હકીકતે સિદ્ધ થાય છે, એ તમામ વસ્તુઓને મહાપુરુષોએ પોતાનાં જ્ઞાનવડે જઈ અને જાણી હતી, એ નિઃશંક છે. તે પહેલાં શાસ્ત્રોમાં વિમાનની વાતે આવતી સાંભળતા ત્યારે ઘણું જલદી બેલી ઊઠતા કે-એ બધું હમ્બગ છે–ગપ છે, પણ જ્યારે સાક્ષાત્ વિમાન ઊડવા લાગ્યા, ત્યારે ખબર પડી કેશાસ્ત્રોમાં એ મહાપુરુષ જે લખી ગયા છે, તે પૂર્ણ સત્ય છે.
જગદીશચંદ્ર બોઝે વનસ્પતિમાં જીવ છે, એમ પ્રગ દ્વારા સિદ્ધ કરી બતાવ્યું છે. વનસ્પતિમાં પણ જીવ છે અને તે સુખ દુઃખને અનુભવ કરે છે, સકેચ વિકાસ પામે છે, ત્યારે બહારની દુનિયાને ખબર પડી, પણ આપણું
આ-૪