________________
* ૧૧ :
જ્ઞાન અને ક્રિયા
જૈન સિદ્ધાંતનું કરમાન છે કે—એકલા જ્ઞાનથી મુક્તિ નથી, તેમજ એકલી ક્રિયાથી પણ મુક્તિ નથી. એકલુ જ્ઞાન પાંગળુ છે અને એકલી ક્રિયા આંધળી છે.
રથ બે પૈડાવડે જ ચાલી શકે છે, માસ એ ભુજા વડે દુર્ધ્ય સમુદ્રને તરી શકે છે, તેમ આત્મા પણુ. સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ ક્રિયા દ્વારા જ મુક્તિ મેળવી શકે છે. એક માણુસ મુંબઈના રસ્તે જાણે છે, પણ તે રસ્તા જાણવા માત્રથી જ મુંબઇ પહેાંચી શકતા નથી; ત્યાં પહોંચવા માટે ચાલવાની ક્રિયા કરવી જ પડે છે અને તે જ તે ઈષ્ટ સ્થળે પહોંચી શકે છે. રસાઈનાં નામ માત્રથી પેટ ભરાઈ નથી જતું; પણ રસાઈની ક્રિયા કરવી પડે છે. ચૂલેા સળગાવવે, સામગ્રી એકઠી કરવી અને રસાઇ બન્યા પછી પણ ખાવાની ક્રિયા કરવામાં આવે તે જ પેટ ભરાય છે. તેવી જ રીતે સમ્યાનપૂર્વક વિધિપૂર્વક તન્મય બનીને ક્રિયા કરવામાં આવે તા જ મુક્તિ-પુરીમાં પહેાંચી શકાય છે.
• ગ
અજ્ઞાન અને ખાટી ક્રિયાદ્વારા આત્માએ કર્મોને મધ્યાં છે. તેને તેડવા માટે સમ્યગજ્ઞાન અને સમ્યક્ ક્રિયા બંનેની જરૂર છે.. “ જ્ઞાનક્રિયાસ્થામ્ મોક્ષ:।”