________________
: ૧૨ :
રાત્રિભેજન જૈન શાસ્ત્રમાં રાત્રિભોજનને ખાસ નિષેધ કરવામાં આવ્યું છે. રાત્રિભોજન કરવાથી સૂમ તથા બાદર એટલે નાનામોટા અનેક જીવોની હિંસા થાય છે. સૂર્યાસ્ત થતાં અને સંધ્યાની શરૂઆત થતાં અંધકાર ફેલાય છે, તે સમયે અગણ્ય સૂક્ષમ છે ઊડવા માંડે છે જે ગમે તેવી સર્ચલાઈટમાં પણ આપણે જોઈ શકતા નથી, ત્યારે અમુક જીને આપણે નજરે જોઈ શકીએ છીએ. આ બધા જ રાત્રિભેજન કરવાથી નાશ પામે છે. ઉઘાડા દીવામાં પણ સવારના વખતે તમે જોશે તે તેની પૂરી ખાત્રી થશે. કેટલીક વખત રાત્રે ખાવામાં કેટલાક ઝેરી જીવે આવી જવાથી અને કેનાં મરણ નીપજાવે છે. જૂ ખાવામાં આવી જાય તે જલદર થાય છે, કીડી ખાવામાં આવે તે મગજ (મેડ) ખરાબ કરી નાંખે છે. કરેલી કઢ રોગ ઉત્પન્ન કરે છે. કાંટા જેવી તીક્ષણ શૂળો આવી જાય તે ભારે તકલીફ થાય છે અને વખતે પ્રાણ પણ ચાલ્યા જાય છે. આવી સ્થિતિમાં રાત્રિભોજનને ત્યાગ એ શારીરિક દૃષ્ટિએ પણ કેટલે ઉપયોગી છે તે સમજી શકાય તેવું છે. જેમ એક મજૂર મજૂરી કરી આરામ કરે છે, તેમ પેટને પણ આરામની જરૂર છે. .