________________
: ૧૦ :
- તપશ્ચર્યા જેની તપશ્ચર્યા જગપ્રસિદ્ધ છે. જેના ઉપવાસ ઘણું કઠીન હોય છે. એમાં રાતે કે દિવસે ફળાહાર, માલમિષ્ટાન યા છાસ કે મોસંબીને રસ વગેરે કઈ પણ ચીજ લેવામાં આવતી નથી. તપશ્ચર્યા ઈન્દ્રિયોનાં દમન માટે છે. આત્મશુદ્ધિ માટે આવી ઉગ્ર તપશ્ચર્યા જેને રાજીખુશીથી મહીનાના મહીના સુધી કરે છે. આવી વિધિપૂર્વક તપશ્ચર્યા કરવાથી શરીરશુદ્ધિ થાય છે, અશુભ કર્મોને (પાન) નાશ થાય છે, અંતરાય કર્મ તૂટે છે અને દરેક પ્રકારની ઉત્તમ સામગ્રી પ્રાપ્ત થાય છે. આવી તપશ્ચર્યા કરવાથી હજારો જીવેનું રક્ષણ થાય છે, એટલે તપમાં દયા સમાએલી છે, તપથી ધર્મ વધે છે, પાપ ઘટે છે, સુખ વધે છે ને દુખ ઘટે છે; સમૃદ્ધિ વધે છે ને દરિદ્રતા નાશ પામે છે. આત્મા પ્રભાવશાળી બને છે, માટે આવી તપશ્ચર્યા દરેકે પોતાની શક્તિ મુજબ કરવી જોઈએ..
લૌકિક પર્વોમાં ઈતર લેકે ભાન ભૂલી એશઆરામમાં મશગૂલ બને છે, યથેચ્છ વિહરે છે, ત્યારે જૈન પર્વોની એ મહત્તા છે કે એ ઈન્દ્રિયદમન, તપ, ત્યાગ અને સંયમી જીવન રાખવાનું શીખવે છે. જેનું એકેએક પર્વ અપૂર્વ જ્ઞાન અર્પી જાય છે.