________________
[ ૨૧ ] હળવો બને અને અંતે કર્મરહિત બની મુક્તિધામમાં–મેક્ષમાં શાશ્વત સુખને ભક્તા બને.
કર્મ કેટલા પ્રકારના છે? તેને બંધ કેવી રીતે પડે છે? તેનું ફળ કેવી રીતે મળે છે અને તેની નિર્જરા–નાશ કેવી રીતે થાય છે? તે જૈન શાસ્ત્રોમાં ખૂબ વિસ્તારથી બતાવેલું છે. તેમજ તેને વિશદ બંધ થવા માટે કર્મ પ્રકૃતિ, પંચસંગ્રહ, છ કર્મગ્રંથ (પ્રાચીન અને નવીન), સાર્ધશતક, મન સ્થિરીકરણપ્રકરણ, સંસ્કૃત ચાર કર્મગ્રંથ, કર્મપ્રકૃતિ, કાત્રિશિકા, ભાવપ્રકરણ, બંધહેતૃદયત્રિભંગી, બંધદયસમાસ પ્રકરણ, કર્મસંવેદ્યભંગ પ્રકરણ. બંધશતક આદિ ગ્રંથ પણ બનાવેલા છે. તે ઉપરાંત સેંકડો ચરિત્રો અને કથાઓ રચી કર્મની સત્તાનું આબેહૂબ ચિત્ર આલેખેલું છે. જિજ્ઞાસુએ આ સાહિત્ય વાંચીવિચારી કર્મને નાશ કરવા માટે કટિબદ્ધ થાય એ જ ઈચ્છા.
આઠ કર્મો કમની મૂળ પ્રકૃતિ આઠ છે. ઉત્તરપ્રકૃતિ ૧૫૮ છે અને ઉત્તરોત્તર અસંખ્યાત છે. (૧) જ્ઞાનાવરણીય કર્મ– જ્ઞાનગુણને આવરે છે. (૨) દર્શનાવરણીય કર્મ-દર્શનશક્તિને દબાવે છે. (૩) વેદનીય કર્મસુખદુઃખ ઉપજાવે છે. (૪) મોહનીય કર્મ–આત્માના સ્વભાવને રેકે છે.
આયુષ્ય કર્મ–ચાર ગતિનાં બંધનમાં રાખે છે. નામક—શરીરની આકૃતિ-રૂપરંગ વગેરેની રચના આદિ કરે છે, જેથી વિશિષ્ટ ગતિ-જાતિ આદિ પ્રાપ્ત થાય છે.