________________
[ ૩૨ ]
આહતધર્મપ્રકાશ દાન, સામાયિક, પ્રતિકમણ, તપ, જપ, નવકાર મંત્રનું
સ્મરણ વગેરે શ્રદ્ધાપૂર્વક કરવું. છેવટ કંઈ જ ન બને તે પરમાત્મા જિનેશ્વરદેવે જે ત કથન કર્યા છે, તેના ઉપર પૂર્ણ શ્રદ્ધા રાખવી. આ પ્રમાણે જિનવચન ઉપર શ્રદ્ધા રાખનાર જૈન કહેવાય છે.
ઉપર પ્રમાણે કરણ કરનાર આત્મા ધીરે ધીરે કર્મને ભારને હળવે કરી સદ્ગતિ મેળવે છે અને અંતે શિવપુરીનાં અખંડ આનંદને અનુભવે છે.
ચાર ભાવના मैत्री सकलसत्त्वेषु, प्रमोदो गुणशालिषु ।
माध्यस्थ्यमविनयेषु, करुणा सर्वदेहिषु ॥१॥ આત્મવિકાસ અને પ્રગતિવાંછુ આત્માઓ માટે મહાપુરુષોએ ચાર ઉચ્ચ ભાવનાઓ દર્શાવી છે. ૧. મત્રીભાવના-પ્રાણી માત્ર પ્રત્યે મૈત્રીભાવ રાખવો એટલે જગતના
સમસ્ત પ્રાણીઓને મિત્રતુલ્ય સમજવા. ૨. પ્રમોદભાવના-ગુણ પુરુષોને જોઈને ખુશી થવું, તેના ગુણ ગાવા. ૩. કરુણાભાવના-દીન, અનાથ, તેમ જ દુઃખી જીવો પ્રત્યે કસણું
રાખવી, યથાશક્ય તેનું દુઃખ દૂર કરવું, અનુકંપા રાખવી. ૪. માધ્યશ્યભાવના-સ્વશ્લાઘા અને પરનિંદામાં રક્ત, હિંસક-ક્રૂર
અને દુષ્ટ આચારવિચારવાળા મનુષ્ય પ્રત્યે ઉદાસીન રહેવું. તેને તિરસ્કાર ન કરતાં સમજે તે સમજાવવા પ્રયત્ન કરવો, છતાં ન સમજે તે ઉપેક્ષા રાખવી.