________________
[ ૨૬ ]
આ તત્વ પ્રકાશ
ઈશ્વરને શુ પ્રયોજન ? કહેશે કે-કના લીધે વિચિત્રતા છે, તા નવા બનેલા જીવામાં કર્મ કયાંથી આવ્યા ? માટે જગત્ અનાદિ છે, જીવેા અનાદિ છે અને કર્માં પણ પ્રવાહથી છે અનાદિ છે. જીવા નવાં નવાં કાં બાંધે છે, જૂનાં ભાગવે છે, એમ કર્માનુસાર આત્માની જુદી જુદી દશા રહે છે, તેથી ઈશ્વર આ જગા કર્યાં છે, એમ માનવું ભૂલભરેલું છે.
*
એક ઘરમાં દસ માણસ હાય છે, એના પાલણહારને કેટલી ઉપાધિ હાય છે ? ત્યારે આખા ય વિશ્વની ખબર રાખનાર, સારા જગત્ની ઉપાધિ કરનારા ઇશ્વરને કેટલી ચિંતા હાય ?
એ રીતે તે ઈશ્વર આપણા કરતાં પણ વધારે ઉપાધિવાળા ગણાય અને એવા ઉપાધિવાળાને સુખી કેમ કહી શકાય ? ઈશ્વર અગર સમ છે, તે તેણે બધાને એક સરખા જ કેમ ન બનાવ્યા
કાઈ કહે કે-ફળ તે કર્માધીન છે. વિચિત્રતા કર્માંનુસાર છે, તેા પ્રશ્ન એ થાય છે કે પછી ઇશ્વરે શું કર્યુ ? કર્માધીન અને કર્માનુસાર દરેક આત્માને ફળ મળે છે. તા ઇશ્વરને વચમાં નાંખવાની શી જરૂર પડી ? માટે આવી કલ્પનાએ કરવાની જરૂર નથી. આત્મા અને કર્મોવડે જ આખી સૃષ્ટિ છે. આત્મા અને કર્મ અનાદિના છે, છતાં કમરહિત આત્માને માટે સૃષ્ટિના અંત આવે છે. જે આત્મા ધર્મવડે કર્મોના નાશ કરી નાખે છે, તે આત્મા માટે સૃષ્ટિના અત આવે છે અને તે પરમાત્મા બને છે.