Book Title: Arhat Dharm Prakash
Author(s): Kirtivijay
Publisher: Aatmkamallabdhisuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 43
________________ [ ૨૪] . આહાધમપ્રકાશ પરમાત્માને કંઈ જોતું નથી પણ ભક્તજને સંસારની મેહ-માયાથી છૂટવા, તન, મન અને ધન તેમનાં ચરણકમળમાં સમર્પણ કરી દે છે અને એ ભાવના ભાવે છે કે “હે પ્રભુ ! આ બધી વસ્તુઓના મેહમાં આત્મા જન્મજન્મમાં ગાંઘેલ બને, છતાં ય કઈ જન્મમાં તૃપ્તિ થઈ નથી. હવે આ તુચ્છ જડ પદાર્થોની મૂચ્છ, મેહ-માયા ત્યજી જ્યારે હું આપના જેવો વીતરાગ બનું ? વીતરાગનાં ધ્યાનથી આત્મા વિતરાગ બને છે, કારણ કે દરેક આત્મામાં વીતરાગતાને ગુણ કર્મથી દબાઈને રહે છે. બીજા શબ્દોમાં કહીએ તે આત્મા પરમાત્માસ્વરૂપ છે, માટે જ તો હું રોડને આપણે જાપ જપીએ અને હે પ્રભુ! તારા સ્વરૂપમાં અને મારા સ્વરૂપમાં અંશમાત્ર ફરક નથી, પણ તમે કમરહિત થઈ પરમાત્મા બન્યા, જ્યારે હું કર્મવશ આ સંસારમાં ભમી રહ્યો છું, એમ બેલીએ છીએ. આવી આવી ભાવનાપૂર્વક પરમાત્માની ભક્તિ કરવાથી આત્મા સહેલાઈથી કલ્યાણને સાધી શકે છે. જેવી રીતે જિનેશ્વરદેવની મૂર્તિ આત્માના ઉકર્ષ માટે ઉત્તમ આલંબન છે, તેવી જ રીતે ધાર્મિક પુસ્તકો અને ત્યાગી ગુરુદે વગેરે પણ પ્રશસ્ત-શ્રેષ્ઠ આલંબન છે. તેમની સેબતમાં આવ્યાથી આત્માને પલટે થાય છે, આત્મ સન્માર્ગમાં જોડાય છે, આત્માને વિકાસ થાય છે અને આત્મા સકલ કર્મો તેડવા માટે સમર્થ બને છે.

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88