________________
આત્મા આજે ઘણા મનુષ્ય ધર્મની આરાધનામાં પરમાત્માની ભક્તિસેવા, અને ઉપાસનામાં શિથિલ બન્યા છે, તેનું મુખ્ય કારણ એ છે કે તેઓ આત્માને માનતા નથી. તેમને આત્માના અસ્તિત્વમાં સંદેહ છે અને આત્માના અસ્તિત્વમાં જ્યારે સંદેહ થાય ત્યારે પુણ્ય, પાપ કે પરલેક જેવી ચીજ તે માને જ શાના?
એ વર્ગ એમ કહે છે કે બીજી વસ્તુઓ જેમ નજરે દેખાય છે, તેમ આત્મા દેખાતું નથી અને જે વસ્તુ દેખાય નહિં તે શી રીતે માની શકાય ?'
તેના જવાબમાં જ્ઞાની પુરુષે જણાવે છે કે--આત્મા એ સિદ્ધ વસ્તુ છે પણ અરૂપી હોવાથી આપણને દેખાતું નથી. પવન આપણને કયાં દેખાય છે ? છતાં કઈ પૂછે કે પવન છે કે નહીં ? તે કહેવું જ પડશે કે પવન છે; કારણ કે ઝાડનાં પાંદડા હાલવા વગેરેથી પવનનું કાર્ય દેખાય છે. કોઈ પૂછે કે આપણા દાદા, પડદાદા અને આપણું હજારથી લાખમી પેઢી થઈ કે નહીં ? તે જરૂર જવાબ મળશે કે–હા. કારણ કે આપણે છીએ, એથી આપણી પૂર્વની પેઢીએ સિદ્ધ થાય છે.