________________
[ ૧૮ ]
આહંતધર્મપ્રકાશ બીજ બળી જવાથી અંકુરો ઉત્પન્ન થતાં નથી, તેમ કર્મરૂપી બીજ સર્વથા બળી જવાથી સંસારરૂપ અંકુર ઉત્પન્ન થતું નથી. મતલબ ફરી જન્મ કે અવતાર લેવું પડતું નથી. તે આત્મા અજર, અમર બની જાય છે. ' એ પરમાત્મા બનેલા આત્માઓ આ દેહને છોડી એક સમય જેટલા સૂમકાળમાં સાત રજુ ઊંચે પહોંચી જાય છે,
જ્યાં અનંત સિદ્ધાત્માઓ વાસ કરી રહ્યા છે. ત્યાં તે આત્માએને નથી જન્મ કે મરણ, નથી રેગ કે શેક, નથી સંગ કે વિયેગ, નથી કેઈ જાતની લેશ માત્ર પણ ઉપાધિ. ત્યાં સૌ સદાકાળને માટે અનંત આનંદ-સાગરમાં ઝીલી રહ્યા છે.
જે આત્માઓ શુદ્ધ અને નિર્મળ બને છે, તે બધા પરમાત્મા કહેવાય છે, એટલે એક જ પરમાત્મા છે, એ વાત પણ ભૂલભરેલી છે. જે આપણે આત્મા, પરમાત્મા બની શકતે ન હેત તે સાધુ-સંતેને ઘર છોડવાની કે ઉત્કટ તપશ્ચર્યાઓ આદરવાની જરૂર ન રહેત. સાધુસંતે મુક્તિનાં દયેયથી જ દરેક ક્રિયાઓ-તપશ્ચર્યા કરી રહ્યા છે. પ્રજન વગર મૂર્ખ માણસ પણ પ્રવૃત્તિ કરતું નથી, તે બુદ્ધિશાળી અને તપસ્વી સંતપુરુષે તે કેમ જ કરે ?
આત્મા અમર છે, અખંડ છે, અવિનાશી છે. જેમ એક માણસ જૂનાં વસ્ત્રો ઉતારી નાખે છે અને નવાં વસ્ત્રો પહેરે છે, તેમ આ આત્મા એક શરીરને છેડી બીજું શરીર ધારણ કરે છે. કર્માનુસાર વિવિધ ગતિઓમાં ભટકી અનેક પ્રકારની યાતનાઓ-પીડાઓને ભેગ બને છે. હિંસા, જૂઠ, ચેરી,