________________
* ૪:
આ જગતુ કેટકેટલી વિચિત્રતાથી ભરેલું દેખાય છે? એક રાજા, એક રંક, એક દુઃખી, એક રૉગી, એક નીરાગી, એક કાળો, એક ગેરે, એક જાડે, એક પાતળ, એક શેઠ, એક નેકર, એક મૂખ, એક બુદ્ધિશાળી ! એ જ રીતે નીચે ઊચો, ભૂલ-લંગડે, આંધળે બહેરે, રૂપાળ દેખાવડો અને કદરૂપ ! આ બધી વિચિત્રતા કેમ? કહેવું જ પડશે કે આ પ્રકારની વિચિત્રતા ઉત્પન્ન કરનારી કઈ શક્તિ તેની પાછળ કામ કરી રહી છે, જેથી જગત આવું વિચિત્રતાભર્યું જણાય છે. આ શક્તિનું નામ છે કર્મ. આપણે નરી આંખે કને જોઈ શકતા નથી પણ તેનાં કાર્યથી આપણે તેને જાણી શકીએ છીએ.
કે એમ કહેતા હતા કે હિટલર કેઈ કાળે હારે તેમ નથી. તેના વિજયી ડંકા વાગી રહ્યા હતા, છતાં ય તેને આજે પત્તો નથી અને જેનું ભાષણ સાંભળવા એક વખત હજારે લાખે માણસે આતુર રહેતા હતા, દેડધામ કરતા હતા, એને બોલ સાંભળવા પણ કેઈ તૈયાર નથી. મોટા મોટા રાજાઓનાં સિંહાસને ડેલી ઉડ્યાં, અભિમાનમાં અક્કડ બનીને ફરનારા ઘડીના છઠ્ઠા ભાગમાં જમીન દસ્ત થઈ ગયા. આ બધાનું મુખ્ય કારણ શું? કર્મ.