Book Title: Arhat Dharm Prakash
Author(s): Kirtivijay
Publisher: Aatmkamallabdhisuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 24
________________ જૈનધર્મ જે પ્રાણીઓ બિચારા મૂક છે, વાચાથી બોલી શકતા નથી, એવા નિર્બળ અને પિતાના સ્વાર્થ ખાતર સંહાર કરે, એ ભયંકર અન્યાય છે. એમાં માનવતા નથી, પણ ચોકખી દાનવતા છે. - જિનેશ્વરદેવે કહે છે કે જૂઠને ત્યાગ કરે. એ પણ એક મહાપાપ છે. જૂઠ બોલવાથી મુખ અપવિત્ર બને છે અને સહુને વિશ્વાસ ઉઠી જાય છે, માટે પ્રિય, પથ્ય, હિતકારી અને તથ્ય (હોય તેવું) બોલે. ચોરીને ત્યાગ કરે, કેઈને ન છેતરે. ખીસ્સા કાપવા, તાળાં તેડવાં કે કોઈને ધનમાલ પચાવ, એ મહાન પાપ છે. ખોટા લેખ તૈયાર કરવા કે ખોટી સાક્ષી આપવી એ પણ મહાપાપ છે. એ બધાને ત્યાગ કરે. બ્રહ્મચર્યનું પાલન કરે. બ્રહ્મચર્ય એ આત્મજ્ઞાનને પેદા કરવાનું અમેઘ સાધન છે. દેવ-દાનવે શુદ્ધ બ્રહ્મચારીના દાસ બને છે. તેનું વચન નિષ્ફળ જતું નથી. જગતમાં તે મહાનું પવિત્ર અને ઉત્તમ પુરુષ તરીકે પંકાય છે. વધારે સંગ્રહખોરી ન કરે, જરૂરિયાતને ઓછી કરે, કઈ પણ વસ્તુ ઉપર મમત્વભાવ-મૂર્છા ન રાખે. “સંતોષી નર સદા સુખી” માટે જેટલી જરૂરીયાત એછી તેટલું જ સુખ અને તેટલી જ શાંતિ. આજના યુગમાં અઢળક સંપતિ શા શા વિષમ કાર્યો કરે છે, તે આપણી જાણ બહાર નથી. આથી જ જૈન ધર્મનું પરિગ્રહ-પરિમાણ-ત્રત સર્વદેશીય ઉપકારક છે.

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88