________________
જૈનધર્મ
[૩] નાશ કર્યો છે, તેઓ વિદેહમુક્ત યાને સિદ્ધ કહેવાય છે. જીવનમુક્ત પરમાત્માઓ અર્થાત તીર્થકર આધિ, વ્યાધિ અને ઉપાધિરૂપ ત્રિવિધ ત્રાપથી સંતપ્ત જીને અમૃત વાણીના ધેધદ્વારા અપૂર્વ બેધપાઠ આપે છે, વિશ્વશાંતિને સાચે પયગામ પાઠવે છે, સત્ય સુખનું ભાન કરાવે છે, અજ્ઞાનરૂપ અંધકારને દૂર સુદૂર હડસેલી મૂકે છે અને મુક્તિપુરીના શાશ્વત સુખને અપાવે છે.
જૈન ધર્મના સિદ્ધાંતે વીતરાગ અને સર્વજ્ઞકથિત હોવાથી ખૂબ જ વિશાળ તેમ જ સત્યમૂલક છે અને તે કારણે જ તેની વિપકારિતા સિદ્ધ છે.
જૈન સિદ્ધાંત કહે છે કે જગતના સઘળાં ય પ્રાણીઓજી જીવવાની ઈચ્છા રાખે છે. કેઈને મરણ ઈષ્ટ નથી, સૌને સુખ ઈષ્ટ છે, અને દુખ અનિષ્ટ છે. અપૂર્વ ઋદ્ધિસિદ્ધિમાં મહાલનાર ઈદ્ર પણ જીવવાની આશા રાખે છે, તેમ વિષ્ટામાં રહેતે કીડે પણ વિષ્ટામાં રહીને જીવવાને ઈચ્છે છે. બન્નેને મરણને ભય સરખે છે, માટે જ દરેકે દરેક પ્રાણીનું રક્ષણ કરવું જોઈએ, ભલે પછી તે એકેન્દ્રિય હોય કે પંચેન્દ્રિય હોય, જાનવર હોય કે મનુષ્ય હાય. પૃથ્વી, પાણ, વાયુ, અગ્નિ અને વનસ્પતિમાં પણ જીવ છે. જે આપણે આત્મા છે, તે જ સૌને આત્મા છે. કીડીના આત્મામાં અને કુંજરના આત્મામાં જરાય ફરક નથી, કારણ કે એને એ આત્મા કડીરૂપે થાય છે અને કુંજરરૂપે પણ થાય છે. સંકોચ-વિકાસ એ જીવને ધર્મ