Book Title: Arhat Dharm Prakash
Author(s): Kirtivijay
Publisher: Aatmkamallabdhisuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 28
________________ જૈન સાધુ [૯] ત્રીજી પ્રતિજ્ઞા ચેરીને સર્વથા ત્યાગ કરવાની હોય છે. તેનું તેઓ મન, વચન, કાયાથી પાલન કરે છે. તેઓ નાનામાં નાની વસ્તુ પણ માલિકના આપ્યા વિના લેતા નથી. ચેથી પ્રતિજ્ઞા મિથુનને ત્યાગ કરવાની હોય છે. તેનું તેઓ મન, વચન, કાયાથી પાલન કરે છે. તેઓ કઈ પણ સંયોગોમાં સ્ત્રીને અડતા નથી. ભૂલથી સ્ત્રીનું વસ્ત્ર જે અડી જાય તે તેમને પ્રાયશ્ચિત લેવું પડે છે. જે મકાનમાં સ્ત્રી રહેતી હોય, ત્યાં તેઓ વાસ પણ કરતા નથી. રાત્રિના તેમના આવાસસ્થાનમાં સ્ત્રીઓને જવા આવવાની ખાસ બંધી હોય છે. તેઓ નૈષ્ઠિક બ્રહ્મચર્ય પાળે છે. પાંચમી પ્રતિજ્ઞા આજીવન પરિગ્રહને ત્યાગ કરવાની હોય છે. તેનું તેઓ મન, વચન, કાયાથી પાલન કરે છે. તેઓ સેનું, રૂપું, રૂપિયા, નેટ, અરે ! એક પૈસો પણ પાસે રાખતા નથી. તમામ પરિગ્રહને તેઓ ત્યાગ કરે છે. તેમનું જીવન ખૂબ જ સાદું હોય છે. વસ્ત્રો પણ બહુ જ અલ્પ તેમજ સીત્યા વગરના વાપરે છે. તેમની માલીકીના મંદિર, મઠ કે મકાન કશું જ હોતું નથી. જૈન સાધુએ ગાડી, ઘેડા, સાઈકલ, મોટર, પ્લેન યા કઈ પણ અન્ય વાહનોને ઉપયોગ કરતા નથી. દેશ દેશાવરમાં તેઓ પાદવિહાર કરી ઠેકઠેકાણે ફરે છે. અનેક કષ્ટોને સામનો કરી ગામડે ગામડે અને શહેરે શહેરે તમામ જનતાને– સમરત પ્રજાને આત્મહિતકર ઉપદેશ આપે છે. કઈ પણ જાતના સ્વાર્થ વગર જનતાને કલ્યાણને સાચો રાહ દર્શાવે છે. તે

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88