________________
જૈન સાધુ
જૈન સાધુ બનનાર વ્યક્તિએ હજારો લાખોની મીલ્કત, મકાન, બાગ,બંગલા આદિ વિપુલ સામગ્રી, તેમજ માતાપિતા, ભાઈબહેન, પુત્રપરિવાર આદિ સ્વજન સંબંધીઓને ત્યજી, તેને મેહ ઉતારી, ક્ષણભંગુર તુચ્છ ભેગવિલાસમાં જીવન ન ગાળતા મુક્તિમાર્ગની સાધના માટે જિનેશ્વર દેએ કથન કરેલા સંયમના પુનિતપંથે પ્રયાણ કરવા તૈયાર થાય છે. ત્યાગી ગુરુદેવેની પાસે દીક્ષા(સંન્યાસ) અંગીકાર કરે છે. દિક્ષા લેતાંની સાથે જ તેમને પાંચ મેટી પ્રતિજ્ઞાઓ (મહાવ્રત) લેવાની હોય છે.
પ્રથમ પ્રતિજ્ઞા જીવનભર નાના કે મેટા કેઈ પણ જીવની હિંસા ન કરવાની હોય છે. તેનું તેઓ મન, વચન અને કાયાથી પાલન કરે છે. તેઓ પૃથ્વી બદતા નથી, ઠંડા જળને ઉપયોગ કરતા નથી, ગમે તેવી ઠંડીમાં પણ તાપણું કરી તાપતા નથી, પંખાને ઉપયોગ કરતા નથી કે (લલેટરી) વનસ્પતિને સ્પર્શ કરતા નથી.
બીજી પ્રતિજ્ઞા જૂઠને સદંતર ત્યાગ કરવાની હોય છે. તેનું તેઓ મન, વચન, કાયાથી પાલન કરે છે. તેઓ મધુર, હિતકારી અને સત્ય વચન જ બોલે છે.