________________
અનુભવ સંજીવની
૧૫
ભરપૂર નિર્વિકલ્પ દેખાય છે, કે જેમાં વિકાર કરી શકાય / થઈ શકે તેવો અવકાશ જ નથી. અહો ! શુદ્ધ ચૈતન્ય સિવાઈ કાંઈ પોતાપણે દેખાતું નથી.
(૭૯)
અધ્યાત્મ તત્ત્વમાં ખરેખર રસ પડયો હોય તેને તે અંગેની બાહ્ય પ્રતિષ્ઠા (ધાર્મિક જગતની પ્રતિષ્ઠા) ની ચાહના હોતી નથી. માનની રુચિવાળાને આત્માની રુચિ નથી. - અધ્યાત્મનો યથાર્થ રસ પણ નથી; તેને સંયોગની રુચિ છે. (જગતમાં ધનના લાલસુની જેમ).
(૮૦)
*
ચૈતન્ય ૨સ સર્વોપરી રસ છે - અમૃતરસ છે, જેનો આવિર્ભાવ થતાં સર્વ પ્રકારના વિભાવરસ ફિક્કા પડી જાય છે, કારણ કે વિભાવરસ કરતાં સ્વભાવરસમાં અનંત શક્તિ વધારે છે. (૮૧)
*
અનંત (ચૈતન્ય નિર્વિકાર) સામર્થ્ય સ્વરૂપના ભાસનમાત્રમાં વિકારનું બાષ્પીભવન થવા માંડે છે; વિભાવની જડ કપાવા માંડે છે; તો સાક્ષાત્ અનુભવમાં - વેદનમાં મુક્તિ અનન્યભાવે હોય તેમાં શું આશ્ચર્ય ?
(૮૨)
નિજપદ આરામનું ધામ વિશ્રામ ધામ છે. તેને ભુલીને - ચુકીને આરામ ક્યાંથી મળે ? તેને ભુલીને આહારથી તૃપ્તિ કેમ થાય ? માત્ર આકુળતા થાય - વેદાય. તેને ભુલીને અન્ય (મિત્રાદિ) સંગથી હૂંફ કેમ આવે ? માત્ર સંયોગની આકુળતામાં, ભ્રાંતિથી હૂંફ મનાય. (૮૩)
-
*
મિત્ર - પરિવાર વગેરે સંયોગની મીઠાશ જ્ઞાનીને ઉત્પન્ન થતી નથી. કારણકે સમ્યજ્ઞાનમાં બીજા જીવો (દ્રવ્યદૃષ્ટિ હોવાથી) માત્ર ચૈતન્યમૂર્તિ જણાય છે અને તેમના દેહાદિ પુદ્ગલો એટલા ગૌણ થઈ જાય છે કે જાણે દેખાતા જ નથી.
(૮૪)
સાધકની પર્યાયનો વિકારાંશ - સ્વરૂપ ભાનરૂપી લગામમાં હોવાથી - અત્યંત મર્યાદામાં છે. તે વિભાવ અંશ મર્યાદામાં ઉત્પન્ન થઈને ત્યાંને ત્યાં નબળો પડતો પડતો વ્યય પામે છે અને જ્ઞાનબળ વધતું જાય છે. મુક્ત ભાવની મસ્તી ખરેખર અલૌકિક છે. બીજાને તેનો ખ્યાલ આવતો નથી.
(૮૫)
v
મહા આનંદના કંદથી - નિજ સ્વરૂપથી - બીજું શું અધિક છે ? કે જેને છોડી ધ્યાવે છે ! (અનુ. પ્રકાશ)
અન્યને
(૮૬)