________________
૧૧૮
અનુભવ સંજીવની
ઉપાસે છે. તેથી પરમ યોગ–અયોગ સમાન થઈ પડે છે.
(૪૪૦)
જેનો દર્શનમોહ આત્મકલ્યાણની અંતરની ભાવના થવાને લીધે, મંદ થયો છે, તેવા જીવને, સજીવનમૂર્તિ આત્મજ્ઞાન સ્વરૂપ સત્પુરુષ દ્વારા શ્રવણ પ્રાપ્ત થયો છે, એવો જે બોધ, તે પ્રત્યે ઃએકલક્ષપણે વર્તવાનું થાય છે, એક ધ્યાનપણે વર્તવાનું થાય છે, એક લયથી / લગનીથી વર્તવાનું થાય છે, એક ઉપયોગપણે - જાગૃતિ ઉત્પન્ન થઈને વર્તવાનું થાય છે, ઉત્તરોત્તર ચડતા પરિણામ ભાવશ્રેણીએ વર્તવાનું થાય છે—એવો અપૂર્વ મહિમા, અનંત લાભ થવાનું ભાસવાથી આવે છે; કે જેથી બીજી સર્વ વૃત્તિમાં ‘પ્રેમ’ મટી જાય છે; અને ત્યારે અને તો જ તે બોધ પરિણામ પામે છે. અન્યથા બોધ મળવા છતાં પરિણમતો નથી. ઉક્ત પ્રકારે અપૂર્વ મહિમા આવતાં, અવશ્ય જીવનું કલ્યાણ થવું સમીપ જ છે, તે નિઃસંદેહ છે.
(૪૪૧)
જાન્યુઆરી - ૧૯૯૦
> મુમુક્ષુ જીવને સત્પુરુષ અને સાસ્ત્રના યોગે અનેકવિધ પ્રકારે ઉપદેશની પ્રાપ્તિ અર્થાત્ જાણપણું થાય પરંતુ પ્રયોજનની તીક્ષ્ણ અને સૂક્ષ્મ દૃષ્ટિ હોય તો જ પોતાને આવશ્યક ઉપદેશ ગ્રહણ કરવાના પુરુષાર્થમાં જોડાય છે, અન્યથા જાણપણાનો સંતોષ આવી જાય છે. પ્રયોજનની તીક્ષ્ણ દૃષ્ટિવાળો જીવ જ આવી તારવણી કરી શકે છે, અથવા સત્પુરુષના સમીપ વર્તીને, આવા પ્રકારે માર્ગદર્શન મળવાથી, તે આત્મહિત સાધવામાં ભૂલતો નથી. નહિ તો વર્તમાનકાળમાં ભૂલવામાંથી બચવું અતિ કઠીન છે. (૪૪૨)
આત્મવસ્તુ ગુણ-ધર્મ આદિ ભેદ સહિત છે અને ભેદ રહિત પણ છે. નય પક્ષથી ભેદ ગ્રહણ થતાં રાગની ઉત્પત્તિ અવશ્ય થાય છે તેથી સમસ્ત નયપક્ષને છોડી, અભેદ-શુદ્ધ સ્વરૂપને ગ્રહણ કરતાં, પક્ષાંતિક્રાંત દશા પ્રાપ્ત થાય છે, અર્થાત્ વીતરાગ ભાવરૂપ સમયસાર થવાય છે, તેથી સ્વરૂપગુપ્ત થઈને સાક્ષાત્ અમૃત પીવાય છે. તેથી પદાર્થ ભેદાભેદ સ્વરૂપ હોવા છતાં પણ ‘ભેદ’ માત્ર જાણવાનો વિષય છે, ગ્રહણ કરવાનો વિષય નથી. જે અભેદ સ્વરૂપનું ગ્રહણ કરે છે, તે જ ખરેખર તત્ત્વવેદી છે.
(૪૪૩)
ધર્માત્માની અંતર પરિણતિ અચળ, અંતરંગમાં ઉગ્રપણે જાજવલ્યમાન અને જ્ઞાતાભાવરૂપ જ્ઞાનશકિતથી અત્યંત ગંભીર હોય છે. જે નિકટ ભવી જીવને, તેનું અંતર-દર્શન થાય છે, તેને યથાર્થ બહુમાન આવે છે. તે ખરેખર આત્મ સ્વભાવનું બહુમાન છે. તેથી ઓળખનાર અવશ્ય તરી જાય છે. આ પ્રકરણનું સુંદર ઉદાહરણ એક કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજી છે, બીજા પૂ. શ્રી