Book Title: Anubhav Sanjivani
Author(s): 
Publisher: Vitrag Sat Sahitya Prasarak Trust

View full book text
Previous | Next

Page 545
________________ ૪૯૦ અનુભવ સંજીવની / ખરેખર તો, સ્વરૂપનો પત્તો લાગતા – અનુભવનો પ્રકાશ થતાં, – પર્યાયને શુદ્ધ કરવાનો વિકલ્પનું પણ કર્તુત્વ રહેતુ નથી – વિરામ પામે છે, ત્યાં પરમાં – સંયોગમાં તો કર્તૃત્વ હોય જ કેમ ? (૧૯૭૦) એ ભાઈ રે ! જો તો ખરો તારું અખંડ શુદ્ધ સ્વરૂપ કદી અશુદ્ધ થયું જ નથી ! પૂર્ણાનંદથી ભરેલ ચૈતન્યને નિહાળતો ખરો ! તેમાં તું વિકાર કરી શકે, તેવો અવકાશ જ ક્યાં છે ? કે જેથી તું વિકાર કરી શકે ! અહો ! નિર્વિકલ્પ ચૈતન્ય સિવાઈ કાંઈ પોતાપણે દેખાતું નથી. (૧૯૭૧) _| અધ્યાત્મીક વિષયમાં રસ પડ્યા પછી પણ જે તે અંગેની બાહ્ય પ્રતિષ્ઠા ચાહે છે તેવી રુચી થઈ છે જેને તેને આત્માની રુચી નથી. (ખરો યથાર્થ અધ્યાત્મ રસ પણ નથી) પણ સંયોગની જ રુચિ છે, પૈસાના લાલસુની જેમ. (૧૯૭૨) એક સ્વરૂપરસમાં સર્વ પ્રકારનાં વિભાવ રસ ફીક્કા જ પડી જાય છે, તેવું પરમ નિજ રસનું સર્વોપરીપણું છે. (૧૯૭૩) અહો ! જે આત્મસ્વરૂપના શાસનમાત્રમાં, વિકારનો વિલય (બાષ્પિભવન માફક) થવા માંડે છે– વિભાવની જડ કપાવા માંડે છે, તો સાક્ષાત્ પ્રત્યક્ષ અભેદ અનુભવના પ્રકાશમાં તો મુક્તિ અનન્ય ભાવે જ હોય છે તેમાં શું આશ્ચર્ય છે ? (૧૯૭૪) છે અહો ! હું તો ચૈતન્ય મૂર્તિ છઉં, એને ભૂલીને કેમ સુઈ શકું ? (આરામ લઈ શકું ?) આરામના ધામને ચુકીને આરામ મળી શકે ખરો ? એને ભૂલીને શું જમી શકાય ? (તૃપ્તિ-શાંતિ કેમ થાય?) એ તો આકુળતા જ વેદાય, એને ભૂલીને અન્ય મિત્રથી– સંગથી કેવી હૂંફ આવે ? (આકુળતામય રસની ભ્રાંતિમાં હૂંફ મનાય). (૧૯૭૫) / સમ્યકજ્ઞાનમાં બીજા જીવો – માત્ર ચૈતન્ય મૂર્તિ – (દવ્યદષ્ટિ હોવાથી) જણાતા હોઈ, પુદ્ગલો એટલા ગૌણ થાય છે કે જાણે દેખાતા જ નથી ! જેથી સંયોગની મિઠાશ ઉત્પન્ન થતી નથી. (૧૯૭૬) જ્ઞાનીની વિકારાશવાળી પર્યાય, સ્વરૂપમાનરૂપી લગામમાં છે. તેથી મર્યાદિતપણે પરિણમે છે.

Loading...

Page Navigation
1 ... 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572