Book Title: Anubhav Sanjivani
Author(s): 
Publisher: Vitrag Sat Sahitya Prasarak Trust

View full book text
Previous | Next

Page 550
________________ અનુભવ સંજીવની ૪૯૫ કેવળ અંતર્મુખ ઉપયોગ કર્તવ્ય છે. વિકલ્પ કાળે પણ વિકલ્પની આડ વગર જ્ઞાન સીધું સ્વરૂપને ગ્રહે તે અંતર્મુખપણું છે. તેમાં આત્મા જ્ઞાન ગોચર છે. (૧૯૯૭) વંસUT મૂનો થપ્પો ભગવાન કુંદકુંદ આચાર્યદેવના આ સૂત્રમાં “દર્શન-સ્વભાવ” (શ્રદ્ધા સ્વભાવ)નું ઘણું ઊંડાણ રહેલું છે, જેનો વાસ્તવિક ખ્યાલ અનુભવીને જ હોય છે. જે મૂળ ધર્મ થી ધર્મની શરૂઆત થઈ, સર્વગુણાંશ સ્વયં સમ્યક થઈ જાય છે, જેના બળવડે મોક્ષમાર્ગની વૃદ્ધિ થઈ, મોક્ષ પ્રાપ્તિ થઈ જ જાય છે, જેને લઈને સિદ્ધભગવંતો સિદ્ધદશામાં અનંત કાળ ટકેલાં છે, તે ‘સંસUT' મૂળ ધર્મને હે ભવ્ય ! તું સમ્યક પ્રકારે સેવ ! શ્રદ્ધાના પુરથી આખું પરિણમન શુદ્ધ થતું જાય છે. અનંતગુણોની નિર્મળતામાં શ્રદ્ધાગુણનું (સ્વભાવ) નિમિત્ત પડતું હોવાથી તે મૂળધર્મ છે. (૧૯૯૮) સત્ શાસ્ત્રો આત્માનુભવી પુરુષો દ્વારા લખાયેલ હોવાથી તેમના લખાણમાં અનુભવનું ઊંડાણ ભરેલું છે, તેને અનુભવના દૃષ્ટિકોણ પૂર્વક અવલોકન કરવાં ઘટે, નહિતો તેમના ભાવોનું વાચ્ય જ્ઞાન ગોચર થઈ શકે નહિ, માત્ર અનુભવ દૃષ્ટિએ જ યથાર્થપણે વાચ્યભૂત ભાવો જ્ઞાન ગમ્ય થાય, એવો શાસ્ત્ર વાંચનનો મર્મ છે, ફક્ત પંડિતાઈથી એટલેકે પરલક્ષી જ્ઞાનના ઉઘાડથી પમાશે નહિ, તેથી શાસ્ત્ર વાંચન અનુભવપ્રધાન શૈલીથી કર્તવ્ય છે. શબ્દાર્થથી – ભાવાર્થથી સંતોષાઈ ન જવું. (૧૯૯૯) બોધકળા – નિજ શુદ્ધજીવાસ્તિકાયમાં અહમ્ બુદ્ધિ થવી, તેવો નિરંતર અભ્યાસ રહેવો – જેના બળથી નિજ સ્વરૂપનો ઉપયોગ થાય. (૨૦૦૦) સંવત-૨૦૨૩ “જ્ઞાનીને જ્ઞાની જ ઓળખે છે... તેમજ, મુમુક્ષુનાં નેત્રો મહાત્માને ઓળખી લ્ય છે તેમ બે પ્રકારે સત્પુરુષની પ્રસિદ્ધિ થાય છે, દર્દી અને વૈદ્યના દૃષ્ટાંતે - જેમ રોગના નિદાનથી દર્દી વેદ્યના જ્ઞાનની સત્યતાને ઓળખે છે, તેમ મુમુક્ષુ, જ્ઞાની ગુરુના ભવરોગના નિદાનથી, તેમને તે વિષયક જ્ઞાન સત્ય છે, તેમ ઓળખી શકે છે, જેમ વૈદ્ય થઈને પોતે બીજા વૈદ્યને તે વિષયક જ્ઞાનના આધારે મેળવણી કરીને ઓળખે છે, તેમ જ્ઞાની સ્વસંવેદનના બળે, અનુભવવાણીને ઓળખે છે. (૨૦૦૧)

Loading...

Page Navigation
1 ... 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572