Book Title: Anubhav Sanjivani
Author(s): 
Publisher: Vitrag Sat Sahitya Prasarak Trust

View full book text
Previous | Next

Page 549
________________ ૪૯૪ અનુભવ સંજીવની રીતે સમદષ્ટિ, કે જેણે કેવળજ્ઞાન–સ્વભાવને શ્રદ્ધા–જ્ઞાનમાં વર્તમાનમાં જીલ્યો છે. તેના મૃત જ્ઞાનમાં ત્રણકાળ-ત્રણ લોકને વ્યવસ્થિતપણે – પરોક્ષપણે જાણવાની શક્તિ હોવાથી તેના અભિપ્રાયમાં વિસ્મય અથવા આમ કેમ ? તેવો ભાવ હોતો નથી – તેથી જ્ઞાનીને સહજ સ્થિરતા – અચંચળતા રહે છે. (૧૯૯૨) જેણે આત્મા જાણ્યો છે, તેને બીજા “આત્મા પ્રત્યે વૈર બુદ્ધિ હોય નહિ – આ નિયમબદ્ધ છે, સમ્યકજ્ઞાનમાં બીજો અજ્ઞાની જીવ (ઉપસર્ગકર્તા પણ) સામાન્ય સ્વરૂપની મુખ્યતાપૂર્વક જણાતો હોવાથી, તેની દોષિત પર્યાય પણ ગૌણ થઈ જાય છે. (૧૯૯૩) છે જેઓ સંયોગી પ્રતિકૂળતાથી ડરે છે, ભયભીત છે તેઓ સંયોગની અનુકૂળતાના ઈચ્છુક છે. જેમકે માનહાનિનો ભય છે, તે જરૂર બાહ્ય પ્રતિષ્ઠાનો કામી છે, તેવી જ રીતે સર્વ પ્રકારે બાહ્ય સંયોગોમાં માન્યતા હોવાથી જીવો સંયોગોમાં ફેરફાર કરવાની વૃત્તિમાં સદાય પ્રવૃત્ત રહે છે. પરંતુ એ બાહ્ય સુખ દુઃખનું કારણ પૂર્વના શુભાશુભ પરિણામ છે, જે પરમાર્થે દુઃખરૂપ છે. જેના નાશનો ઉપાય વિચારવાન કરે છે, જે વાસ્તવિક દીર્ઘ દૃષ્ટિ છે, અથવા સાચી દૃષ્ટિ છે, સંયોગની દૃષ્ટિવાળો જીવ, બાહ્ય વૃત્તિ છોડી શકતો નથી. (૧૯૯૪) વર્તમાન પર્યાયમાં વિકારાંશ હોવાં છતાં પણ વર્તમાનમાં જ મૂળ સ્વરૂપને અર્થાત્ નિશ્ચય સ્વરૂપને લક્ષમાં લેવું તે સમ્યફ છે. સ્વરૂપદષ્ટિના બળ વિનો તેમ થઈ શકે નહિ. “વર્તમાનમાં જ પરિપૂર્ણ છું" નિર્વિકલ્પ થવું છે તેથી ઇચ્છામાત્રથી કાર્ય થતું નથી, પરંતુ હું સ્વભાવથી જ નિર્વિકલ્પ છઉં, અને સ્વસવેદનપણે જ થવાનો – પરિણમવાનો મારો સ્વભાવ છે, બીજુ કાંઈ થવું, સ્વભાવથી અશક્ય છે, તેમ સ્વ-આશ્રય થતાં કાર્ય થાય, તેવી વસ્તુસ્થિતિ છે. (૧૯૯૫) જ્યારથી આત્મસ્વરૂપનું ભાવભાસન થાય છે, ત્યારથી તેનું વિસ્તૃત થવું અશક્ય છે, તેવું સ્વરૂપ અસાધારણ મહિમા વંત છે, અને ત્યારથી કોઈબીજો પદાર્થ મહિમા યોગ્ય રહ્યો નથી, રહેતો નથી નિજ અભેદ સિદ્ધપદથી અધિક બીજાં શું હોઈ શકે ? અહો ! સ્વરૂપ નિધાનનો પત્તો લાગતાં અપૂર્વ...અપૂર્વ ભાવો જ વહે છે...! (૧૯૯૬) આત્મસ્વરૂપ રાગનો બિલકુલ વિષય નથી, વિકલ્પ ગમ્ય નથી, પરલક્ષી ક્ષયોપશમ જ્ઞાનની કલ્પનામાં પણ તે સમાવેશ પામે તેવો નથી. માત્ર અંતર્મુખ જ્ઞાનમાં ગ્રહણ થાય તેવો છે. તેથી

Loading...

Page Navigation
1 ... 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572