Book Title: Anubhav Sanjivani
Author(s): 
Publisher: Vitrag Sat Sahitya Prasarak Trust

View full book text
Previous | Next

Page 563
________________ ૫૦૮ અનુભવ સંજીવની B ૫૭. દૈહિક ક્રિયામાં આત્મ નિષ્ઠા—દેહાત્મબુદ્ધિની દઢતાનું કારણ.. ૫૮. અયથાર્થ પ્રકારે તત્વજ્ઞાનનું ગ્રહણ– અભ્યાસને લીધે એકલું અધ્યાત્મ ચિંતવન અધ્યાત્મી પણું– થવું – સ્વેચ્છાચારી થવું - તે અધ્યાત્મનો વ્યામોહ. G ૨૩ POINT ૫ જ્ઞાનની મુખ્યતાવાળા રુચિની મુખ્યતાવાળા આચરણની મુખ્યતાવાળા - તો. ૩૦ " '' G B C = = = જ્ઞાન શ્રદ્ધા ચારિત્ર - — વૈશાખ સુદ મુમુક્ષુજીવને આત્માનો મહિમા આવવો તે સ્વાભાવિક છે. અને તેથી આત્માની મુખ્યતા કરે છે, તેમ છતાં પણ તેમાં રાગ વધે અથવા રહે ત્યાં નયપક્ષનો વિકલ્પ છે. અનાદિની એકત્વબુદ્ધિ જ્યાં મટી નથી ત્યાં નયપક્ષનો રાગ (શુદ્ઘનય સુદ્ધાનો) સમ્યક્ત્વ થવામાં બાધક થાય છે. આત્મસ્વરૂપની યથાર્થ ઓળખાણ થતાં મુમુક્ષુજીવને સ્વરૂપનો અપૂર્વ મહિમા ઉત્પન્ન થાય છે ને શુદ્ધ નયનો અપૂર્વ પક્ષપણ ઉત્પન્ન થાય છે. પરંતુ માત્ર શુદ્ધાત્માનું લક્ષ હોવાથી, જ્ઞાનબળે તે આગળ વધીને રાગના એકત્વને તોડી નાખે છે. અર્થાત્ રાગ ઉપર લક્ષ ન હોવાથી-જ્ઞાનબળે જ્ઞાનમયપણે વ્યાપ્ય વ્યાપકભાવે પોતાને અનુભવતાં રાગની ઉત્પત્તિ ત્યાં બંધ થઈ જાય છે. રાગ ઉપર લક્ષ હોવાથી સ્વરૂપના મહિમાનો રાગ પણ વધતો નથી તેથી મુમુક્ષુને આત્મસ્વરૂપની ઓળખાણ વિના આત્માનો ઓથે ઓઘે મહિમા આવે તે કાર્યકારી નથી. તેમાં માત્ર પ્રશસ્ત રાગ–વૃદ્ધિ થાય છે પરંતુ રાગ– વિકલ્પમાં આગળ વધીને નિર્વિકલ્પ/ વીતરાગ થવાતું નથી. (૨૦૪૮) શુષ્ક (૨૦૪૭) અષાઢ સુદ ૮ નવતત્વનું શ્રદ્ધાન યથાર્થ ક્યારે ? કે વિપરીત અભિનિવેષ રહિત હોય તો— શાસ્ત્રજ્ઞાન યથાર્થ ક્યારે ? કે આત્માના લક્ષે શાસ્ત્ર અધ્યયન કરવામાં આવે તો સત્પુરુષ પ્રત્યે યથાર્થ શ્રદ્ધા વિનય ક્યારે ? કે અસત્પુરુષ પ્રત્યે શ્રદ્ધા વિનય ન હોય (૨૦૪૯) - ૧ ૧૪ શ્રાવણ વદ-૭ પાત્ર મુમુક્ષુજીવનાં લક્ષણ : (૧) જેને માત્ર પોતાનું સ્વરૂપ જ પ્રાપ્ત કરવું છે. અને તે સિવાઈ આ જગતમાંથી તેને કાંઈ જોઈતું નથી. તે ખાસ પ્રકારની પાત્રતાવાળો જીવ છે, અને તેથી જે સ્વાનુભૂતિ વિભૂષિત મહાપુરુષના

Loading...

Page Navigation
1 ... 561 562 563 564 565 566 567 568 569 570 571 572