Book Title: Anubhav Sanjivani
Author(s): 
Publisher: Vitrag Sat Sahitya Prasarak Trust

View full book text
Previous | Next

Page 564
________________ ૫૦૯ અનુભવ સંજીવની ચરણનો ઇચ્છુક છે, એક નિષ્ઠાથી તેમની આજ્ઞા શીરોધાર્ય જેને છે. તે અવશ્ય વર્તમાન પાત્ર (૨) સ્વરૂપ ચિંતવન – સ્વરૂપ વિચારણા થવા છતાં અનુભવના અભાવમાં ખટક / અસંતોષ રહ્યા કરે. (૩) અનેક પ્રકારના મોહયુક્ત પરિણામથી મુંઝવણ અનુભવતા. (૪) ગુણથી ઉત્પન્ન થતાં સુખની રુચિવાળો. (૫) ઉદયભાવોમાં જોર ઘટી ગયું હોય – ક્યાંય ગમે નહિ. (૬) સમજણમાં આવે તેનો શીધ્ર પ્રયોગ કરનારા (૭) દર્શનમોહની મંદતાવાળો. શ્રા. વ. ૧૨ (૮) શાસ્ત્રનો ક્ષયોપશમ, સહિત ઉચ્ચ વહેવારના પરિણામ થવા છતાં તેના પ્રત્યે ઉપેક્ષાભાવ – અરસ પરિણામે પરિણમનાર - તેમાં સંતુષ્ટ ન થાય. (૯) ઇન્દ્રિયજ્ઞાન અને જગતની મોટાઈ વાળા પ્રસંગો અને વસ્તુનો મહિમા-રુચિ ન આવે. (૧૦) સ્વભાવ સાંભળતાં રુચિમાં પોષણ થાય-વૃદ્ધિ થાય. (૧૧) સૂક્ષ્મ અંતર વિચારણા પૂર્વક ભેદજ્ઞાનનો પ્રયત્નવાન. (૧૨) પદાર્થનો યથાર્થ નિર્ણય કરવાની ભૂમિકાવાળો. (૧૩) ઉપકારી પુરુષ પ્રતિ વિનય–ભક્તિની ઓછપના ભાવ ન હોય તેવો. બી. શ્રા. સુદ – ૯ (૧) આત્માને અહિતરૂપ પરિણામો થતાં ગભરાટ થઈ જવો. (૧૫) સમજણમાં અયથાર્થતા ઉત્પન્ન ન થાય તેવા વલણવાળો. (૧૬) પ્રયોજનભૂત અને અપ્રયોજનભૂત વિષયની વહેંચણી કરનાર અને તેના પરિણામે અપ્રયોજનભૂત પ્રત્યે ઉદાસ થનાર • તેમજ પ્રયોજનભૂત વિષયના ઊંડાણમાં જવા – વળગવાની તત્પરતાવાળો. (૧૭) પ્રતિકૂળતા સમયે જીવના પરિણામ બગાડવાને બદલે પુરુષાર્થ પ્રત્યે વળનાર / આત્મહિતમાં સાવધાન થનાર. (૧૮) પાત્રતાનો આંક - જીવને નિજહિતની ગરજ કેટલી છે . તેના ઉપર આધારીત છે. (૧૯) ભવભયથી ડરનારો. (૨૦) આત્મલક્ષી – આત્મામય જીવન–પરિણમનવાળો. (૨૦૫O)

Loading...

Page Navigation
1 ... 562 563 564 565 566 567 568 569 570 571 572