Book Title: Anubhav Sanjivani
Author(s): 
Publisher: Vitrag Sat Sahitya Prasarak Trust

View full book text
Previous | Next

Page 568
________________ અનુભવ સંજીવની ૧. વીતરાગ સર્વજ્ઞ સિવાઈ, અન્ય દેવનો સ્વીકાર થવો, ૨. નિગ્રંથ ભાવલિંગી સંત સિવાઈ, અન્યગુરુનો ગુરુતરીખે સ્વીકાર થવો, ૩. વીતરાગી – દેવ, ગુરુ અને સમ્યક્દષ્ટિ સત્પુરુષોનાં બોધેલાં સિદ્ધાંત અથવા બોધનો અસ્વીકાર થવો, અથવા કુદેવ, કુગુરુના બોધેલાં શાસ્ત્રનો સ્વીકાર થવો, ૪.સત્પુરુષથી વિમુખ વર્તવું અથવા ઉપેક્ષા કરવી, ૫. શુભભાવ અને શુભક્રિયાની રુચિ વધવી, ૬. પુણ્યના ફળની વાંછા થવી- રહેવી, તેમજ અનુકૂળ સંયોગો પ્રાપ્ત થતાં અથવા મેળવવા માટે રસ– ઉત્સાહ થવો વધવો, ૭. અસરળતા, જીદ્દીપણું થવું અથવા વધવું, ૮. અન્યથા અથવા વિપરીત તત્વના ગ્રહણ–નો આગ્રહ થવો, ૫૧૩ ૯. પ્રમાદ સેવવો—અર્થાત્ નિજહિતમાં ઉત્સાહથી ન પ્રવર્તવું, ૧૦. બાહ્યસાધન–ક્રિયા, ભક્તિ, સંયમ, સ્વાધ્યાય, એકાંતવાસ, ત્યાગ, વૈરાગ્ય, દયા, માનસિક શાંતિ, શાસ્ત્ર-જ્ઞાન, તપ, આદિમાં સંતુષ્ટ થવું, અથવા શુદ્ધતાનો ઉપરોક્ત ભાવોમાં ભ્રમ રહેવો, ૧૧. પોતાના દોષોનો પક્ષપાત / બચાવ થવો, તેમજ પોતાને મમત્વ હોય–રાગ હોય તેના દોષનો પક્ષપાત થવો, ૧૨. પ્રત્યક્ષ ઉપકારી જ્ઞાનીના ઉપકારને ઓળવવો, ૧૩. ગુણ અને ગુણવાન પ્રત્યે આદર ન થવો, ૧૪, ઉચ્ચકોટિના સૂક્ષ્મ બોધ પ્રત્યે ઉપેક્ષા થવી, અથવા અનુભૂતિની આવી ઊંચીવાત આ કાળમાં અથવા અમારા જેવાને યોગ્ય નથી, તેવો અભિપ્રાય રહેવો—થવો, ૧૫. જ્ઞાનીના વચનમાં શંકા થવી, ૧૬. અનેકનો પરિચય વધારવાની વૃત્તિ, અથવા લોકદષ્ટિની મુખ્યતા રહેવી, (જેથી પરમાર્થની ગૌણતા થાય) ૧૭. લૌકિકમાનની તીવ્રતા થવી. ૧૮. પર વિષયની સુખબુદ્ધિ દૃઢ થવી, – તીવ્ર થવી, જગતના કોઈપણ પદાર્થ અથવા પ્રસંગમાં સુખની કલ્પના થવી. (૨૦૬૩)

Loading...

Page Navigation
1 ... 566 567 568 569 570 571 572